________________
પ૭
આરાધનામાં જ તલ્લીન થઈશ. આપે ચાર માસ હૃદયસ્પર્શ માને સમય આપીને મને જન્મજન્મની ઋણી બનાવી દીધી છે. હું આપની સાથે સાથ્વી બનીને આપની સંપૂર્ણ પૂરક બની નથી શકતી પણ અહીં બેઠાં પણ આપની પૂરક બનવા પૂરેપૂરી કશિશ કરીશ. મારા નાથ! આપની સાધના સફળ થાઓ ! આપે હૃદયસ્પર્શની દીક્ષા આપીને મને સાચા આનંદને માર્ગે વાળી છે, તે માટે હું આપની કૃતજ્ઞ છું.'
ચાતુર્માસ પૂરું થયું. કેશા હવે વારાંગના મટીને વરાંગના ( પવિત્ર શ્રેષ્ઠ નારી ) બની ચૂકી હતી. મુનિ યૂલિભદ્રને હૃદયસ્પર્શ દીક્ષાને પુરુષાર્થ સફળ થયું ત્યારથી જે કેશાથી આકર્ષાયા તેમને કશા દ્વારા ઉદ્ધાર થયું છે. આ છે એક ધૂલિભદ્ર સાધુના ગુરુબંધુ સાધુને જ ઉન્નત નર નારી સાથે રહી ચાતુર્માસ ગાળવા છતાં, શરીર સ્પર્શને બદલે હૃદય સ્પર્શ દ્વારા સાચા આનંદની અનુભૂતિને નમૂનો! નારી, એ આમેય અર્પણતાની મૂર્તિ છે જ. એમાં નમ્રતા, કમળતા અને ક્ષમા, એ ત્રિવે
ને સંયોગ પણ છે. જો એના એ ગુણોને સુવળાંક મળે તો એ ગુણે સાચા અર્થમાં ખીલી શકે. અને અનેક જીવોને ઉદ્ધાર કરી શકે એટલે આ ગુણોને હૃદય સ્પર્શની સૌથી વધુ જરૂર છે. જે નારીને સાચી હૂંફ મળે તો એ કઈ દિવસ શરીર સ્પર્શ કે શારીરિક વાસના તરફ જતી નથી, એ હકીકત છે. જો આ ગુણોને શરીર સ્પર્શને માર્ગે જ વાળવામાં આવે તો એનાથી ભવિષ્યમાં સંકુચિતતા, હઠીલાપણું, પારસ્પરિક અદેખાઈ, મોહ અને વાસના જેવા અનર્થોની પરંપરા વધવા માંડે છે. જેને અનુભવ આપણને ઘેર ઘેર અને ઠેર ઠેર જોવા મળી જાય તેવું છે.
વાચકોને એક ઈતર જૈન ધર્મનું મહાપાત્ર દેખાડીએ. “સતી રાજમતી અરિષ્ટનેમિની સાથે લગ્ન થવાની ખુશીમાં હર્ષ ઘેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com