________________
૫૮
બનેલી હતી. અરિષ્ટનેમિને જાણે રાજમતીને એ જ પ્રતિબંધ આપવાને હતો કે શરીરલગ્ન કરતાં, આત્મલગ્ન વધારે મહત્ત્વના છે, એટલે તેઓએ વષ સજીને વરયાત્રીઓ સાથે રાજમતીના પિતૃગૃહ તરફ પ્રસ્થાન કર્યું. પરંતુ રસ્તામાં જ વરયાત્રીઓને ભોજન આપવા માટે વાડામાં પુરાયેલાં પશુઓને કરુણ પિકાર સાંભળ્યું. અરિષ્ટનેમિએ ત્યાં જ ઘભીને બધાંય પશુઓને મુક્ત કરાવ્યાં. અને તે બહાને માંસાહારી વાદવ જાતિને દયાનું મહત્વ સમજાવી દીધું. પછી તેર
ની નજીક આવીને જે તરત પાછા ફર્યા, એટલે રાજમતીના મનમાં મંથન જાગ્યું. પહેલાં તે તેણીએ વિચાર્યું કે હું તે કેવી અભાગિની છું કે મારાં વાગ્દાન અરિષ્ટનેમિ સાથે થયા. મેં એમને આંખે જોયા, હવે મને આમ તરછોડીને અરિષ્ટનેમિકુમાર પાછા ફરી ગયા! એવો તે મારામાં કયો દોષ હતો કે તેઓ મને છોડી ગયા ? “આમ વિચાર કરતા-કરતાં રાજમતીને એક પ્રેરણાપ્રદ વિચાર આવ્યું અને પુનજન્મોનું સ્મરણ થઈ ગયું. “ખરેખર ! મને અરિષ્ટનેમિ તરછોડીને ગયા નથી. પણ મને બોધ આપીને ગયા છે કે તું આર્ય નારીના માર્ગને અનુસરે ! આ પહેલાના આગલા આઠ જન્મમાં મેં તારે શરીર સ્પર્શ જ કર્યો, અને એને પરિણામે લાગલાગ2 બંનેને સાથે સાથ આઠ ભવ કરવા પડયા. હવે હું તારો હૃદય સ્પર્શ કરવા માગું છું, જેથી આ મારે ભવ ભ્રમણને અંત આવે અને તારે પણ મારી જેમ નજીકના ભવિષ્યમાં સર્વાગીપણે ભાવિ આત્મવિકાસ થઈ શકે. અને તારા દ્વારા સમાજને પણ વિકાસ થાય. અત્યાર સુધી શરીર સ્પર્શમાં રાચવાને લીધે તારા અને મારા આત્માને એકાંગી વિકાસ, અને તે પણ બહુ જ અલ્પ માત્રમાં થેયે છે. માટે હવે
જ્યારે હૃદયસ્પર્શ થશે, ત્યારે તારી, મારી અને સમાજની સર્વાગી સાધના થશે. ખરે જ એ વસ્તુ સમજાવવા માટે અરિષ્ટનેમિ તેણુ સુધી આવીને પાછા ફરી ગયા છે ! એટલે હવે તે મારે પતિવ્રતા આર્યનારીની પિઠ પતિના માર્ગને અનુસરીને એમના હૃદયને સ્પર્શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com