________________
પ્રકાશકના બે મેાલ
ભારતમાં બ્રહ્મચર્યની સાધના ઉપર યુગેયુગોથી મહત્ત્વ આપવામાં આવ્યુ છે. એના અનેક પ્રયોગા થયા છે. પણ પાશ્ચાત્ય દેશોમાં પહેલેથી જ આ ઉપર વ્યક્તિગત રીતે બહુ જ એછું વજન આપવામાં આવ્યું છે. પાછળથી તે રૂપ અને સૌંદર્યની હરીફાઈ પાશ્ચાત્ય દેશોમાં થવા લાગી, જેને પરિણામે ત્યાંની પ્રજાને માટે બ્રહ્મચર્ય આજે અસ્વાભાવિક થ પડયુ છે. ભારતમાં પણ આવી બીજી સંસ્કૃતિની અસરથી આજે બ્રહ્મચર્યની મહત્તા ધીમે-ધીમે ઓછી થતી જાય છે. અને ભારતીય જનતા ભોગ વિલાસ અને પપૂજા તરફ વધારે ઢળતી ાય છે. એનું કારણ બ્રહ્મચર્યના સાધકાનુ એકાંગી અને વ્યક્તિગત સાધના કરવી, એ છે; પરિણામે બ્રહ્મચર્ય માત્ર ઊંચ સાધકા માટેની વસ્તુ બની ગઈ છે. કીથી બ્રહ્મચર્યાંનાં નવાં મૂલ્યો ઊભાં કરવાં માટે સર્વાંગી દષ્ટિએ વિચારવું પડશે. આ દૃષ્ટિએ બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યા’ પુસ્તિકા લખાઈ છે, જે વાંચકાને બ્રહ્મચર્ય વિષે નવું ભાતુ આપશે. આ પુસ્તિકાના વિચારો સાંભળીને સવિતાબહેન પારેખને આ પુસ્તિકા છપાવવાની પ્રેરણા થઈ. તેમણે પેતાના પતિ શ્રી નંદલાલભાદ પારેખને આ વિષે લખ્યું. શ્રી નંદલાલભાઇએ બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યા’ના પ્રકાશન માટે અજમેરમાં રહેતાં પેાતાનાં બહેન શ્રી. કાંતાબહેનને પેાતાના સ્વ. પતિની સ્મૃતિ અર્થે ખ કરવા ધારેલ રકમમાંથી મદદ કરવા લખ્યું. બહેનની સ્વીકૃતિ આવી ગઈ. અને આ પુસ્તિકાને પ્રકાશિત કરવાનું નક્કી થયું.
આમ આ પુસ્તિકા પ્રકાશન માટે કાંતાબહેન, શ્રી. ન દલાલ પારેખ અને તેમના પત્ની ધન્યવાદને પાત્ર છે. લગભગ બે વર્ષ પહેલાં સૌ. સવિતાબહેન અને શ્રી નંદલાલભાઇ પારેખ સોડે બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું છે, એટલે પેાતાના બ્રહ્મચર્ય વ્રતને સમાજ વ્યાપી અને સર્વાંગી બનાવવામાં આ પુસ્તિકાનું પ્રકાશન તેમના જીવનમાં સંસ્મરણીય અને પ્રેરણાદાયક બની રહેશે.
-
આ પુસ્તિકા બ્રહ્મચર્ય પ્રેમી ભાઇ બહેને અને ક્રાંતિપ્રિય બ્રહ્મચારી સાધુ સાધ્વીને એક નવી દૃષ્ટિ આપશે એવી આશા છે. લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com