________________
૨૮
આ દષ્ટિએ નારીમાં કોમળતા, વત્સલતા અને ક્ષમાશીલતા પુરુષ કરતાં વધારે પ્રમાણમાં છે; એ હકીકત છે. પણ ઘણી વખત કોમળતાને કારણે લાગણીવશ થઈ નારી પુરુષોના ખરા અત્યાચારોને ભોગ બની જતી હોય છે. ઘણીવાર એના યોગ્ય અધિકારો ઉપર પુરષ તરાપ મારીને એને સ્વત્વથી વંચિત કરી દે છે; કષ્ટના વંટેળિયામાં મૂકી દે છે. જૈન ગ્રંથમાં એક વાત આવે છે. પવનકુમાર સાથે અંજનાના લગ્ન થઈ ગયાં હતાં. પણ પવનકુમારજીના મનમાં અંજના પ્રત્યે અનાદર ભાવના પેદા થઈ અને તેમને જ્યારે એક યુદ્ધમાં જવાનું થયું તે વખતે અંજના વિદાયનું મંગળાચરણ કરવા આવી પણ તેમણે નહોતું સ્વીકાર્યું પવનકુમારજીના મિત્ર પ્રહસ્તે રસ્તામાં આનું કારણ પૂછ્યું. અને જ્યારે પ્રહસ્ત મિત્રને ખબર પડી કે પવનકુમારજી નિર્દોષ અને પવિત્ર સતી અંજનાને તરછોડીને આવ્યા છે ત્યારે તેમણે રસ્તામાંથી પવનકુમારજીને પાછા ફરીને સતી અંજનાને સાત્વના આપવા પાછા ફરવાની વિનંતિ કરી. પવનકુમારજી ત્યાંથી ઉપડી મધરાતે પોતાના મહેલમાં પહોંચ્યા. અંજના સાથે પ્રેમથી મળી, સાત્વના આપી સત્રિ ગાળી તરત જ પાછા ફર્યા. આ વાતની જાણ પોતાના માબાપને ન કરી. એનું પરિણામ એ આવ્યું કે જ્યારે અંજના ગર્ભવતી થઈ તો સાસુ સસરાએ અંજના દ્વારા પવનકુમારજીના આવવાની વાત કહેવા છતાં અને વીંટી બતાવવા છતાં પણ અંજનાને કુળકલંકિની સમજ ઘરથી કાઢી મૂકી. પિયરિયમાં પણ તેણીને કેઈએ સ્થાન આપ્યું નહીં. છેવટે કંટાળીને ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને ઘોર જંગલમાં સતી અંજના ચાલી નીકળી. છેવટે આ રીતે ૧૨ વર્ષ લગી કો સહન કર્યા. અને સતીત્વની કસોટીમાં પાર ઊતરી. જરા કઠોર થયાં હોત અને પવનકુમારને રાત્રે છતા થવાનું કહી શક્યા હોત તો સત્ય વસ્તુ સમજાત. પણ ન પવનકુમારે જાતે એમના ભાવિ દુઃખને વિચાર કર્યો, ન અંજના કડક થયાં અને ન અંજનાનાં સાસુએ વદની તે વખતે વહાર કરી. એટલે નારી જતિમાં કમળતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com