________________
- ૨૭
તમાશીલ બની જાય છે. દ્રોણાચાર્યના મૃત્યુ પછી તેમનો પુત્ર અશ્વથાએ પાંડવોને મારવા માટે રાત્રે પાંડવોની છાવણીમાં આવે છે. છાવણીમાં બધા સૂતા છે. એક બાજુ દ્રૌપદી અને તેના પાંચ પુત્રા સૂતા છે. અશ્વત્થામાં પાંડવોના પાંચ પુત્રોને પાંડવ સમજીને ત્યાંને ત્યાં ખતમ કરી દે છે. અને ત્યાંથી ભાગે છે. પણ દ્રૌપદી ચીસાચીસ પાડતી ઊઠે છે, આખો છાવણી શોકથી ઘેરાઈ જાય છે. પાંડવો તરત જ શત્રને પકડવા માટે દોડે છે. અશ્વત્થામાને જીવતા પકડી લાવે છે. ૌપદી આગળ હાજર કરે છે. કહે છે કે – “એ તમારો શત્રુ તમારી સામે ઊભે છે, તમારે જે દંડ એને આપ હોય તે તમે કહે, અમે એને દંડ કરવા તૈયાર છીએ. કારણ કે તમારા કમળ પુત્રોને મારી તમારા હૃદય ઉપર ખૂબ જ કારમો ઘા કર્યો છે. માટે, બેલો તમે શું ઈચ્છે છે ? દ્રૌપદીનું વાત્સલ્ય-હૃદય તરત જ દયા દૃષ્ટિથી પીગળી ઊઠે છે. તે કહે છે - એણે મારા પાંચ પુત્રોને મારીને મારા માતૃહૃદયને ખૂબ આઘાત પહોંચાડે છે, એટલે મારે ઘેર અપરાધ કર્યો છે, માટે પ્રાણદંડને પાત્ર છે. પણ હવે એને મારવાથી તો મારા પુત્રે પાછા આવવાના નથી. એને પણ મા હશે, અને એને મારવાથી એની માને કેટલે કારમે આઘાત પહોંચશે. એટલે છેડી દ્યો.” આ હતું દ્રૌપદીનું ક્ષમાશીલ અને કમળ હૃદય.
સીતા જ્યારે અશોકવાટિકામાં રાવણના પહેરેદારની અને ત્રિજટા વગેરે રાક્ષસિનીઓની ચોકી નીચે હતી, ત્યારે હનુમાનજી આવ્યા. અને તેમણે કહ્યું – “માતા ! તમને ખૂબ જ તક્લીફ અને રાક્ષસને ત્રાસ સહેવો પડે છે આજ્ઞા કરે તો હું આ બધાને પકડીને મારી નાખ્યું અગર તો બાંધીને તમારી આગળ હાજર કરું.” પણ કમળતાની મૂર્તિ સીતાએ કહ્યું – “તાત! આ બધાને મારવું મને
ક્ય લાગતું નથી. આમાં આ બધાને વાંક નથી. વાંક રાવણને છે. અથવા તેની દૃષ્ટિના છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com