________________
૨૬ કરનારી વૃત્તિ હોય છે, એટલે જેમ કચ્છમાં ટકી રહેવું. એ ગુણ લેખાય છે, તેમજ સ્ત્રીમાં ધર્મને નામે, કુટુંબ, જ્ઞાતિ અને કમને નામે અનેક રૂઢિઓ અને બેટી પરંપરાઓની વૃતિ એટલે પકડ પણ હેય છે. તે કુટુંબ, ધર્મ, જ્ઞાતિ અને પ્રેમની બેરી પ્રથાઓ, પરંપરાઓની પકડને કારણે પિતાને વિકાસ સારી પેઠે સાધી શકતી નથી.
જ્યારે પુરુષમાં સ્ત્રીની અપેક્ષાએ પકડ ઓછી હોય છે, તેથી લાભ પણ છે, કેમકે પુરુષને સમાજમાં સભા સંસાયટીઓમાં, વ્યાપારધંધામાં, વ્યવહારમાં અનેક જ્ઞાતિ, ધર્મ, કુટુંબ અને દેશના લોકોના સંપર્કમાં આવવાનું થાય છે, એટલે સ્વાભાવિક રીતે જ તેમાં સ્ત્રીઓ કરતાં રૂઢિઓની પકડ ઓછી હોય છે. એટલે પુરપમાં જે સાતત્યરક્ષાની સાથે પરિવર્તન શીલતાનો ગુણ વધારે પ્રમાણમાં છે, તે સ્ત્રીમાં લાવ પડશે. આ રીતે જ સ્ત્રી સાધિકાઓમાં પણ પુરુષ સાધકો પાસેથી એ ગુણ દાખલ કરવો પડશે.
ક્ષમા. એ તો નારીને સહજ ગુણ છે. ક્ષમાની સાથે સાથે કમળતા, દયા, નમ્રતા, લાગણી, સેવાભાવ, વાત્સલ્ય વગેરે ગુણે પણ પુરુષ કરતાં નારીમાં વધારે પ્રમાણમાં હોવા સ્વાભાવિક છે. દ્રૌપદી મહાભારતના ઈતિહાસમાં એક પતિવ્રતા અને વીરાંગના તરીકે પ્રખ્યાત છે. દ્રૌપદી પાંડવ અને કૌરવોની સભામાં દુઃશાસન દ્વારા વસ્ત્રહરણ સમયે નિર્બળ બની ગઈ હતી. અને પ્રભુ-પ્રાર્થના દ્વારા પિતાનું શીલ સાચવી શકી હતી, પણ એના અતઃકરણમાં દુર્યોધન પ્રત્યે ડંખ રહી ગયો હતો. અને તેણીએ દુર્યોધનને બદલે લીધા વગર ચોટલાને નહીં બાંધવાની પ્રતિજ્ઞા કરી હતી. અને જ્યારે શ્રીકૃષ્ણ શાંતિદૂત બનીને દુર્યોધન પાસે વિષ્ટિ કરવા જવાના હતા, ત્યારે તેણએ પિતાનો ખુલ્લે રાખેલે ચાટલે બતાવીને કહ્યું કે “શ્રીકૃષ્ણ! યાદ રાખજે, સંધિ કરવા જાઓ છે, પણ આ ચેટલાને હું ત્યારે જ બાંધીશ જ્યારે ધન સાથે વૈરને બદલે વાળીશ.”
એટલી ઉગ્ર અને તેજસ્વી નારી દ્રૌપદી મહાભારત યુદ્ધ સમયે કેટલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com