________________
૨૫
વિવેક ન હોય તો તેવી વાણી અનર્થકારિણી બને છે. કેટલીક વખત સાંકડી દૃષ્ટિથી વિચાર કરવાને લીધે માત્ર વાણીથી મેટાં મહાભારત ઉભા થઈ જાય છે; પુરુષ કરતાં ગૃહસ્થાશ્રમી નારાઓમાં વાણીને વિવેક ઓછો દેખાય છે. એટલે વાણીને પગ થાય. સાધિકાનારીમાં વાણિદ્વારા માત્ર પોતાના અનુયાયીઓનું આકર્ષવાનું કે મુખમંગળિયાપણું કરવાનું જ ન થાય, પણ નમ્ર ભાષામાં સાચું કહેવાની હિમ્મત, સત્ય સંભળાવવાની શક્તિ હોય એ જરૂરી છે.
નારીજાતિમાં મેધાશક્તિ કુદરતી રીતે છે. કેમકે તેને કોમળ હૃદય અને પવિત્રતાનું આધિકય બન્યું છે. પણ જો એ મેધાશક્તિથી તાત્કાલિક અને ટૂંક લાભ જ વિચારાય તો અનર્થો પોષવામાં જ એનો ઉપયોગ થાય. પણ એને ઠેકાણે જે લાંબા અને દૂરનો લાભ જેનારી મેધા અને બુદ્ધિ હોય તે કુટુંબ અને સમાજને ઘણે લાભ થાય. સાધકનારી જે પોતાનો અંગત કે સંપ્રદાયગત લાભ જ બુદ્ધિથી વિચારે તે સ્વપર કલ્યાણ ન કરી શકે, જ્યારે વિશ્વવિશાળ અનુબંધ દષ્ટિથી વિચારે તો સ્વ–પ–કલ્યાણમાં તે મેધાશક્તિ ઘણું સાધક નીવડે. આ ગુણ આજની ગૃહસ્થાશ્રમી નારીઓ અને સાધિકા નારીઓ બંનેમાં ઉમેરવાની જરૂર છે. જેમ યાજ્ઞવક્ય ઋષિની પત્ની મૈત્રેયી અને ગાર્ગેથી બંનેએ તાત્કાલિક ધન, સંપત્તિ કે ઐહિક સ્વાર્થ નહિ જોતાં દીર્ધદષ્ટિથી આત્મજ્ઞાન પ્રાપ્તિને લાંબે લાભ જ વિચાર્યો હતો. તેમજ આજે ગૃહસ્થાશ્રમી નારી અને સાધિકાનારી બંનેમાં દૂર દેશી દૃષ્ટિથી લાંબું વિચારવાની બુદ્ધિની જરૂર છે.
ધતિ, એ નારી જાતનો વિશેષ ગુણ છે. એ ગુણને લીધે જ નારી કષ્ટસહિષ્ણુ હોઈ શકે છે. અનેક સંકટ અને આફતો વચ્ચે પણ તે પિતાનો શીલ ધર્મ સાચવી શકે છે. સંતાનને ઉછેર સારી પેઠે કરી શકે છે. પુરૂને સંતાનો ઉછેરવાનું કામ સોંપવામાં આવે તો કદાચ એ થોડાક સમયમાં કંટાળી જાય! વળી ધૃતિનો એક અર્થ ધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com