________________
૨૪
રહેણી કરણીથી પોતાના કુટુંબને સભર બનાવી શકે. અને પરંપરાએ સમાજને અને નારી સાધિકાઓને પણ શ્રી ગુણ સંપન્ન સાચા અર્થમાં બનાવી શકે.
સાચી કીતિને ગુણ પરોપકાર અને દાન-દયાથી ખીલે છે. પણ નારી જાતિમાં આજે પરોપકાર અને ધર્મને નામે કેટલાક અંધવિશ્વાસ અને ધાર્મિક કૃતિઓમાં ઘણા પૈસા ખર્ચાય છે. નારીમાં સહજ સુલભ ભાવુકતા હોય છે. એટલે રૂઢિચુસ્ત ધર્મગુરુઓ અથવા ધર્મધુરંધની અસર એના ઉપર તરત થઈ જાય છે, અને આ રીતે ભાવુક બહેનનો દાન પ્રવાહ આજે વહે છે. એથી અમુક વર્તુલમાં એની કીર્તિ પણ વધે છે. પણ એ કીતિ ચિર સ્થાપી નથી હોતી, વ્યાપક પણ નથી હોતી. જ્યારે આ જ ગુણને સાચા અર્થમાં ખીલવવા માટે નિવાર્થ ભાવે સમાજમાં નવાં મૂલ્ય સ્થાપવા માટે પિતાને દાનપ્રવાહ વહેવડાવે તે સાચી કીતિ પણ મળે અને તે ચિર સ્થાયી પણ થાય, સાથે સાથે અંધવિશ્વાસથી પોતાને બચાવીને સત્યનાં દર્શન પણ કરી શકે. આ ગુણની પૂર્તિ નારીજાતિમાં ખાસ કરવાની જરૂર લાગે છે.
સ્મૃતિને ગુણ નારી જાતિમાં છે, પણ એને સાચે ઉપગ કરવાને વિવેક ન હોય તે સ્મૃતિ પણ દેવરૂપ બની જાય છે. એટલા માટે ક્યાં સ્મૃતિ અને ક્યાં વિસ્મૃતિ રાખવી જોઈએ, એને વિવેક કરવાની જરૂર છે. યુગને જોતાં પ્રાચીન સાચાં મૂલ્યની સ્મૃતિ રહેવી જોઈએ, જેથી ભારતની આગવી સંસ્કૃતિના સારા તો ન ખેવાય. એવી જ રીતે પ્રાચીન રૂઢિઓની વિસ્મૃતિ હેવી જોઈએ નારીજાતિમાં પુરો કરતાં રૂઢિઓ વધારે હોય છે, તે દૂર થઈ જાય.
વાણીને ગુણ નારીજાતિને માટે વરદાનરૂપ છે. પણ જે વાણીને દુરપયોગ થાય; સ્વાર્થ, મેહ કે ક્રોધવશ વાણીને ઉપયોગ કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com