________________
શેઠાણીને આ વસ્તુ ઈર્ષ્યાનું કારણ બની જાય છે. મૂળા શેઠાણી એક દિવસ તક જોઈને ચંદનબાળાને અપાર કષ્ટોમાં મૂકી દે છે. ચંદનબાળા આ કટીમાંથી પસાર થાય છે. મૂળ શેઠાણી પ્રત્યે સમભાવ રાખી ભગવાન મહાવીર સ્વામીના અભિગ્રહ (સંકલ્પ માટે નિમિત્ત બને છે. એવી શક્તિશાળી વીરાંગના ચંદનબાળા આગળ જતાં ભગવાન મહાવીરના નવા સંઘમાં સાધ્વી બની મહાવીર સ્વામીને સંદેશો સ્ત્રીઓમાં ફેલાવે છે. ચંદનબાળાની આત્મશક્તિનો પર તે આ ઉપરથી જ મળી રહે છે કે ભગવાન મહાવીરના સંઘમાં ૧૪ હજાર સાધુઓ માટે ૧૧ ગણ હતા, જ્યારે ૩૬ હજાર સાધ્વીઓ માટે એકલી મહાસતી ચંદનબાળા જ પ્રવતિની રહ્યાં. ભગવાન મહાવીર સાધ્વીઓના માધ્યમ દ્વારા નવ–સમાજની સર્વાગી રચના અને વિકાસ કરવામાં સફળ બને છે. ભારતીય ધર્મોમાં જૈનધર્મે સ્ત્રીઓને પણ સાધ્વી-દીક્ષાસંન્યાસ આપવાની પહેલ કરી. સ્ત્રીઓ પુરસ્કારરૂપે આપવાની, ખરીદવાની વસ્તુ ગણાતી હતી તે સ્ત્રીઓને ભગવાન મહાવીરે સર્વોચ્ચ શિખરે મૂકી દીધી. જે ભગવાન મહાવીરે ચંદનબાળા સાધ્વીને સહગ સંધરચનામાં ન લીધું હોત તો તેમણે જયંતિ, રેવતી જેવાં અનેક નારીરત્ન મેળવીને સમાજની સર્વાગી ક્રાંતિ કરી તે ન કરી શકત. અને સાથે સાથે એમ પણ કહેવું જોઈએ કે જે ચંદનબાળાને મહાવીરને સંગ ન મળે હોત તો, એમને પણ સંપૂર્ણ આમવિકાસ ન જ થાત.
કહેવાનો આશય એ છે કે ભગવાન મહાવીરે પાર્શ્વનાથ પરંપરાના ચાતુર્યામ ધમ પછી બ્રહ્મચર્યવ્રતનું પાંચમું મહાવ્રત ઉમેર્યું; છતાં બ્રહ્મચર્ય—સાધનામાં સ્ત્રી સાધિકા અને પુરા સાધક બંનેને અતડાં રાખીને; હાર્દિક સહયોગ અને પરસ્પર પૂરકપણાને અવગણ્યું નહીં બલકે, સમાજના સર્વાગી વિકાસ માટે સ્ત્રી સાધિકાને હાર્દિક સોગ અને સાશ્ચર્ય અનિવાર્યરૂપે ગયું. એટલું જ નહીં ચતુર્વિધ સંઘમાં
સ્ત્રી અને પુષ્પ બંનેને એકબીજાનાં પ્રેરક પણ ગણ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com