________________
૩૫
બનેની પરસ્પર પૂરતા જરૂરી છે માટે સ્ત્રી સાધિકાઓ અને પુર સાધકે અતડા, અલિપ્ત અને બીતા રહેવાની જરૂર નથી.
અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરને સમાજને સમરસ બનાવવા. એક નારીને ઉદ્દેશીને સંકલ્પ કરે પડ્યો હતો. એનું કારણ શું હતું? જે ઊંડાણથી તપાસવામાં આવે તો જણાશે કે ભગવાન મહાવીરને ભવિષ્યમાં સંપૂર્ણ આત્મજ્ઞાન થયા પછી સંધરચના કરવી હતી. મહાવીર સ્વામીએ જોયું કે નવ સમાજની રચના કરવા માટે એક આત્મબળી નારીને માધ્યમ બનાવ્યા વગર સંધ રચના સારી પેઠે ચાલશે નહીં. વિશેષ નારી જાતિના પ્રશ્નો લેવા માટે અને પાછળ પડી ગયેલી નારીને પ્રતિષ્ઠા આપી આગળ લાવવા માટે સ્ત્રી સાધિકા જોઈશે જ. એ દૃષ્ટિએ મહાવીર સ્વામીએ એક એવી નારીને સંકલ્પ કર્યો કે જે ક્ષત્રિય કુમારી હોય, છતાં અમુક કરો અને આફતોમાં પડી હોવા છતાં જેણે પિતાની માનસિક સમતુલા સાચવી રાખી હોય. આવી સ્ત્રી ચંદનબાળા હતી. ચંદનબાળાનું ઘડતર પણ ધારિણી માતાએ ખૂબ સારી પેઠે વિચાર અને આચારની દૃષ્ટિએ કર્યું હતું, એટલું જ નહિ, શીલ ઉપર આક્રમણ કરનાર રથીનું પ્રાણર્પણ કરીને પણ હૃદય પરિવર્તનની તક આપી હતી. ચંદનબાળાની સામે પોતાની માતાને પ્રત્યક્ષ દાખલે હતો. એટલે એનામાં એક અપૂર્વ તાકાત આવી. જોકે રથી હૃદય પલટ થયા પછી ચંદનબાળાને તે પુત્રી તરીકે માની પોતાની સાથે ઘેર લાવે છે પણ રથીની પત્નીની અદેખાઈ ચંદનબાળા પ્રત્યે વધી જાય છે. તે ચંદનબાળાને બજારમાં વેચીને સેના મેહરે લાવવા રથી પાસે હઠાગ્રહ કરે છે. છેવટે ચંદનબાળા પોતે ખુશીથી ગુલામેના ખરીદ વેચાણ થતા હતા તે બજારમાં આવે છે અને વેચાય છે. ધન્નાવાહ શેઠ નામના એક શ્રાવક ચંદનબાળાને ખરીદે છે. બ્રહ્મચારિણું છતાં ચંદનબાળાનું વાત્સલ્ય એટલું ઉછળે છે કે તે પુત્રીરૂપે ધન્નાવાહ શેઠની સેવા કરે છે. ધન્નાવાહ શેઠ પણ પિતૃવાત્સલ્ય ચંદનબાળા ઉપર રેડે છે; પણ તે શેઠનાં પત્ની મૂળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com