________________
બ્રહ્મચર્યનો યુગદષ્ટિએ વિચાર પલટાતાં યુગેયુગે, મૂલો મત્યે સમાજનાં; મૌલિક સત્ય રાખીને, કર્મકાંડો ફરે બધાં. (૧૨)
યુગેયુગે મૂલો બદલાય છે. પલટાય છે. એક યુગમાં, જ્યારે બ્રહ્મચર્યનું કઈ નામ પણ જાણતું નહોતું, વિવાહપ્રથા પણ આર્યોએ
સ્વીકારી નહોતી, ત્યારે સ્ત્રીઓ અને પુરુષે મુક્ત સહચારની રીતે વિચરતાં. કેઈને કોઈ બંધન ન હતું; સ્ત્રી કોઈ એક પુરુષને કે પુરુષ કઈ પણ એક સ્ત્રીને જ વફાદાર ન હતાં.
ધીમે ધીમે આર્ય સંસ્કૃતિમાં વિધિસરની લગ્નપ્રથા સ્વીકારાઈ. પ્રથમ પ્રથમ ભાઈ અને બહેન પણ પરણી શક્તાં! પરંતુ સંશોધન થતાં તેને લગતાં નિયમને સ્વીકારાયાં. સુખશાંતિ ને વિકાસ અર્થે લગ્ન કર્યા પછી ગૃહસ્થજીવનમાં પરિણીત સ્ત્રી સાથે પણ અમુક મર્યાદાઓ સ્વીકારાઈ ગઈ. તથા અત્યંત ઉચ્ચ સાધના કરનારાઓ અથવા પૂર્વજન્મથી અનુભવી એવા સમાજ સેવં બાળવયથી પણ પૂર્ણ બ્રહ્મચર્યની સાધના કરવા લાગ્યા. વળી પાછી આ સાધનામાં ભરતીઓટ આવતી ગઈ. છેલ્લે આપણે જોયું કે રામકૃષ્ણ પરમહંસ, અરવિંદ મહર્ષિ તથા મહાત્મા ગાંધીજી વગેરેએ બ્રહ્મચર્ય સાધનાને નવો વળાંક આપ્યો. તેઓએ બ્રહ્મચર્ય સાધનામાં કેટલાંક જૂનાં વિકાસાવરોધક મૂલોમાં પલટે લાવવા વિવિધ રીતે પ્રયત્ન કર્યો. અને એકંદરે આથી બ્રહ્મચર્ય સાધના તેજસ્વી અને દરેક પુરુષ સ્ત્રી માટે શક્ય અને વ્યવહારિક બની. સદ્ભાગ્યે આજે તે દેઈ કુમારી બહેન પણ આજીવન બ્રહ્મચારિણી રહેવા ઈચ્છે તે તેને માટે માર્ગ ખુલ્લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com