________________
૮૦
સાચી ક્રાંતિ કરી શક્યા. સમાજની સમૂળી નવરચના તેમણે આ નવાં મૂલ્યા ઊભાં કરવા માટે જ કરી હતી. સદ્ભાગ્યે જેમ તેમના મામાં એમના પૂર્વગામી મહાપુરુષોના ફાળા હતા તેમ પોતાનાં યુગનાં મહાન માણસાને પણ તેમને સક્રિય સાથે હતા. આ વાત તેમના પછીના મહાન નરનારી અને ખાસ કરીને ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીએ પૂરેપૂરી સમજ્યાં હતાં. તેથી જ તેમણે અપાર જોખમા ખેડીને જ સ્થિતિ ચુસ્ત જડસુપણું ધણું સામે અને નિકટમાં હોવા છતાં શકય તેટલે સધને અને ધર્મને તેજીલા તથા વહેતા રાખ્યો છે, જેમને તેમના અંકિત અનુભવા જોવા હાય તેવા નિશીથસૂત્ર, વ્યવહારસૂત્ર, બૃહત્ કલ્પસૂત્ર વગેરે શાસ્ત્રો અને તે ઉપરની ચૂણી, ટીકા, નિયુક્તિ તથા ભાષ્યમાં જોઈ શકે છે.
ભગવાન પાર્શ્વનાથના સમયે તે ચાર જ મહાવ્રત સાધુ વ માટે હતાં, બ્રહ્મચર્ય વ્રતના સમાવેશ અપરિગ્રહમાં જ કરી લેવામાં આવતા હતા. અને તે વખતે તે સ્ત્રી સાધિકાએ કે માતૃજાતિથી તદ્દન છેટા અને બ્હીતા રહેતા હાય, એવા તેા કાંય ઉલ્લેખ આવતા જ નથી. પાર્શ્વનાથ ભગવાનની સાધ્વીએ પૈકીની કેટલીક સાધ્વીએ શરીર પ્રસાધન વગેરે પણ કરતી હતી; તેવું તારવી શકાય છે.
આ બધું જોતાં લાગે છે । ઉચ્ચ ક્રેટિના સાધુધ્ધ માટે અનિવા મર્યાદાની જરૂર છે જ. પણ કૃત્રિમ મર્યાદાએથી તે માટેભાગે દંભ અને મિથ્યાચાર જ ઊભાં થવાનાં. માટે નવવાડ હોય કે અમુક મર્યાદા હોય, તે બધા ઉપર યુગદષ્ટિએ, એકાગ્રતાથી વિચારવું જોઈ એ. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને અનુલક્ષીને એક દિશામાં વધુ કડક તા ખીજી દિશામાં વધુ ઉદાર-મૂળ ધ્યેયને સાચવવા માટેબનવું જ રહ્યું.
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com