________________
८४
હવે તે સંદર્ભ આ બદલાય છે. ભારતની જનસંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે, શહેર અને ગામોમાં બહુ જ ગીચ વસતિ થઈ ગઈ છે. લેકને રહેવાનું સ્થળ પણ બહુ જ મુશ્કેલીથી મળે છે. સાધુસાધ્વીઓ પણ વસતિની વચ્ચે જ નિવાસ રાખે છે. આવે વખતે સાધુઓ સ્ત્રી-પશુ-પંડક રહિત સ્થાનની વાત જ કર્યા કરે તે ચેડા જ વખતમાં સાધુઓને રહેવાનું સ્થળ મળવું પણ કદાચ અશક્ય થઈ જાય ! અથવા ઉપાશ્રય કે સાંપ્રદાયિક સ્થળેથી ઊંચે ઊઠી જગત ગાનમાં આવી જ ન શકાય. માટે મુખ્ય મર્યાદા પૂરેપૂરી જાળવી રાખી એટલે કે પિતપોતાની અનિવાર્ય મર્યાદાઓ પાળી સાધુસાધ્વીઓએ સર્વાગી કાર્યો સાધના માટે એવો સુધારે તે કરવો જ પડશે. જેથી દરેક નરનારીને પૂરેપૂરી અને યોગ્યતા મુજબ તક મળી રહે. શાસ્ત્રોમાં પણ નવવાડ વિષે ઉત્સર્ગ અને અપવાદ બન્ને વિધાને કર્યા છે. જેને સહેજ ઈશારે મેં પાછલા પ્રકરણમાં સ્પષ્ટ કર્યો જ છે.
આજે તે યુગ અને પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે, માટે બ્રહ્મચર્ય સાધનાના જૂનાં ખાટાં અવરોધક અને એકાંગી મૂલ્યને નિવારી નવાં સાચાં મૂલ્યોને સ્થાન આપવું જ પડશે. કઈ કઈ
સ્થળે અને ખાસ તે ક્રાંતિપ્રિય સાધુસાધ્વી માટે આજે જૂના કાળને અપવાદ માર્ગ ઉત્સર્ગ બનશે. અને ઉત્સર્ગ માર્ગ અપવાદ બને તે પણ નવાઈ નથી. છેદ સૂત્રમાં અગાઉની જેમ બીજા એક ઠેકાણે બતાવવામાં આવ્યું છે કે, “સાધુના પગમાં કાંટે વાગી જાય અને કાઢી શકાતું ન હોય, પણ કાઈ સાવી કાંટે કાઢવામાં કુશળ હેય તે તેની પાસેથી કઢાવી લે.” એક બાજુથી તે સ્ત્રીને નિર્વિકાર શરીર સ્પર્શ પણ સાધુઓ માટે વર્જિત છે, પણ આ પ્રસંગે તે ક્ષમ્ય ગણાય છે. “કઈ સાધ્વી નદીમાં ડૂબતી હોય અને તે વખતે કઈ સાધુ ત્યાં હાજર હેય, બીજે કઈ મદદગાર ન હોય, તે સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
કાઢી શકાતે
કઢાવી લેવું.
જિં છે, પણ
તે વખતે