________________
પદ્દન સમુથ મા - ૨ % 21
તથા સર્વજ્ઞ એવા વીતરાગ પરમાત્મા (દેવ)નો નિષેધ કરતાં મીમાંસક મતને બતાવીને સવિસ્તાર તેના મતનું ખંડન કર્યું છે. સાથે સાથે કેવલજ્ઞાનીને કવલાહારનો નિષેધ બતાવતા દિગંબરોના મતનું ઉલ્કાવન કરી આગમ અને સુયુક્તિઓ દ્વારા કેવલજ્ઞાનીની કવલાહારની પ્રવૃત્તિનું સ્થાપન કર્યું છે.
શ્લોક-૪૭માં જીવાદિ નવતત્ત્વોના નામ આપ્યાં છે. ટીકામાં નવ તત્ત્વોનું સામાન્યસ્વરૂપ વર્ણવ્યું છે.
શ્લોક-૪૮-૪૯માં જીવ-અજીવ અને પુણ્યતત્ત્વનું સવિસ્તાર વર્ણન કર્યું છે. ટીકામાં અવસર પ્રાપ્ત (i) જીવના અભાવનું પ્રતિપાદન કરતા ચાર્વાકની યુક્તિ બતાવીને, બાદમાં તે યુક્તિઓનું ખંડન કર્યું છે. (ii) સાંખ્યમતાનુસારે ફૂટસ્થ નિત્ય આત્માનું તથા જડસ્વરૂપ આત્માના અભાવનું નિરૂપણ સાથે સાથે કર્યું છે. | (iii) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ - આ પાંચ એકેન્દ્રિય જીવોની તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની અનુમાન પ્રયોગથી સુંદર સિદ્ધિ કરી છે.
અજીવનું સ્વરૂપ બતાવતાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ અને પુદ્ગલની સિદ્ધિ કરી છે. અંધકાર અને છાયાને પુલના પરિણામ તરીકે સિદ્ધિ કરી તૈયાયિક મતનું ખંડન કર્યુ છે.
શ્લોક-પ૦માં પાપ અને આશ્રવતત્ત્વનું સવિસ્તાર વર્ણન છે. પાપતત્ત્વનો નિષેધ કરતા અન્ય મતોનું યુક્તિઓ પૂર્વક ખંડન કર્યુ છે. આશ્રવતત્ત્વના નિરૂપણમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ - આ પાંચ આશ્રવના હેતુઓનું સામાન્યસ્વરૂ૫ વર્ણવ્યું છે.
શ્લોક-૫૧માં સંવર અને બંધતત્ત્વનું નિરૂપણ કર્યું છે. સંવરના દેશસંવર અને સર્વસંવર- એમ બે ભેદ છે.
પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બંધ બે પ્રકારનો છે. તથા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ (રસ) અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારનો પણ છે. આ ચાર ભેદોનું સામાન્યસ્વરૂપ વર્ણવ્યું છે.
શ્લોક-પરના પૂર્વાર્ધમાં નિર્જરાતત્ત્વનું નિરૂપણ કર્યું છે. તેના સકામ અને અકામ બે ભેદ છે. શ્લોકના ઉત્તરાર્ધમાં મોક્ષ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. ટીકામાં વૈશેષિક, મીમાંસક, સાંખ્ય અને બૌદ્ધ દ્વારા પ્રરૂપિત મોક્ષતત્ત્વનું નિરુપણ કરીને, પ્રત્યેકની માન્યતાનું ખંડન કરી મોક્ષાવસ્થામાં સિદ્ધાત્માની સર્વથા સુખમયતાનું અદ્દભૂત શૈલીથી નિરૂપણ કર્યું છે.
દિગંબર દ્વારા પ્રરૂપિત સ્ત્રીની મુક્તિના નિષેધનું સુંદર યુક્તિઓ દ્વારા ટીકાકારશ્રીએ ખંડન કર્યું છે.