________________
પન સમુથ મા - ૨ * 20
ઉલ્લેખ છે. અધિકારના અંતે મૂલ ગ્રંથકારશ્રીએ નહિ કહેલ વાતોને ટીકાકારશ્રીએ કહી છે. આ રીતે દ્વિતીય અધિકાર પૂર્ણ થાય છે. તૃતીય અધિકારના પ્રારંભમાં સાંખ્યમતના લિંગ, વેષ અને આચારનું પ્રતિપાદન કર્યું છે.
શ્લોક-૩૪માં સેશ્વરવાદિ અને નિરીશ્વરવાદિ સાંખ્યોનું નિરૂપણ છે તથા આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક - આ ત્રણ દુઃખોનું સ્વરૂપ વર્ણવેલું છે. આ ત્રણ પ્રકારના દુઃખના વિઘાત માટે જીવોને તત્ત્વોની જિજ્ઞાસા થાય છે. તે તત્ત્વો ૨૫ છે – આટલો નિર્દેશ કરી શ્લોકની ટીકા પૂર્ણ થાય છે.
શ્લોક-૩૫માં ૨૫ તત્ત્વોની વિરક્ષા કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રારંભમાં સત્ત્વ, રજસ્ અને તમસું – આ ત્રણ ગુણોનું સ્વરૂપ બતાવે છે. શ્લોક-૩૬માં સત્ત્વાદિ ત્રણની સામ્યવસ્થા રૂપ પ્રકૃતિને બતાવી, તેના બીજા નામો બતાવ્યા છે.
પ્રકૃતિ અને આત્માના સંયોગથી સૃષ્ટિનું સર્જન થાય છે. શ્લોક-૩૭-૩૮-૩૯-૪૦-૪૧૪૨માં ૨૫ તત્ત્વોનું વિસ્તારથી વર્ણન કર્યું છે. (૧) પ્રકૃતિ, (૨) બુદ્ધિ, (૩) અહંકાર, (૪-૧૯) પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ તન્માત્ર અને મન. (૨૦-૨૪) પંચભૂત, (૨૫) પુરુષ. - આ ૨૫ તત્ત્વ છે.
શ્લોક-૪૧માં પુરુષતત્ત્વનું વિસ્તારથી સ્વરૂપ વર્ણવેલું છે. શ્લોક-૪રમાં ૨૫ તત્ત્વોનો ઉપસંહાર કરે છે તથા પ્રકૃતિ અને પુરુષની પાંગળા-અંધ સમાન વૃત્તિનું નિરુપણ કર્યું છે.
શ્લોક-૪૩માં મુક્તિનું સ્વરૂપ, પ્રમાણનું સામાન્યસ્વરૂપ તથા પ્રમાણના પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ -- આ ત્રણ ભેદોનું સ્વરૂપ બતાવ્યું છે.
શ્લોક-૪૪ના પૂર્વાર્ધમાં સાંખ્યદર્શનનો ઉપસંહાર તથા ઉત્તરાર્ધમાં જૈનદર્શનના પ્રારંભનું સૂચન કરી ત્રીજા અધિકારને પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્રીજા અધિકારના અંતે મૂલ ગ્રંથકારશ્રીએ નહિ કહેલી વાતોને ટીકાકારશ્રીએ કહી છે.
ચતુર્થ અધિકારના પ્રારંભમાં જૈનદર્શનના લિંગ, વેષ અને આચાર પ્રરૂપણા કરી છે. જૈનદર્શનના બે ભેદ શ્વેતાંબર અને દિગંબરોના આચારમાં જે ભિન્નતા છે, તે બતાવાઈ છે. દિગંબરોના મૂલ ચાર ભેદોનું સામાન્યસ્વરૂપ બતાવ્યું છે.
શ્લોક-૪૫ અને ૪૬માં જૈનદર્શનના દેવનું સ્વરૂપ વર્ણવ્યું છે. ટીકામાં અવસર પ્રાપ્ત દેવના જગત્કર્તુત્વની સ્થાપના (અર્થાત્ ઈશ્વર જગતના કર્તા છે – આ નૈયાયિકના મતનું સ્થાપન) કરી નૈયાયિકના જગત્કર્તુત્વવાદનું સવિસ્તાર ખંડન કર્યું છે.