________________
પ્રકાશકનું સંવેદન
_સૂરિ પુરંદર પૂજ્ય આચાર્યશ્રી હરીભદ્રસૂરીશ્વરજી મહારાજ તો આપણા મહાન ઉપકારી છે. એમણે આપણને આપેલા શ્રુતશાસ્ત્રોને ઢગલાબંધ મજાનો ખજાને અણમોલ છે. એમાંય વળી સંસકૃત ભાષામાં લગભગ ૨૨૮ શ્લોકમાં ગુંથાયેલ “ગદષ્ટિ–સમુચ્ચય” શાસ્ત્ર, જૈન સાહિત્યને જ નહિ પરંતુ ભારતીય સાહિત્ય અને સમગ્ર વિશ્વના આધ્યાત્મિક સાહિત્યને કહીનુર છે. કેમકે આ શાસ્ત્રમાં આધ્યાત્મિક વિકાસની મહાયાત્રાને સુરેખ નકશે છે. સંસ્કૃત ભાષાના આ ગ્રંથરત્ન ઉપર ન્યાયવિશારદ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે ગુજરાતી ભાષામાં અર્થસભર, ગહન પણ સરળ પ્રવાહી શૈલીમાં વાચનાઓ આપીને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે.
વિ. સં. ૨૦૩૮ ના પૂજ્ય આચાર્યશ્રીએ પાલનપુરના ચેમાસા દરમ્યાન પ્રાત:કાળે પ્રસન પ્રેરક વાતાવરણમાં શ્રીસંઘ સમક્ષ અર્થ ગંભીર ગ્રંથના ગૂઢ રહસ્યનું રહસ્યોદ્દઘાટન કરી આપ્યું છે. આ વાચનાઓને અક્ષરશઃ સુપેરે ઝીલી લેવાનું પરમ પૂજ્ય મુનિશ્રી કલ્પરત્નવિજયજી મહારાજ સાહેબ તથા સરસ સંપાદન કાર્ય પરમ પૂજ્ય મુનિશ્રી પદ્ધસેનવિજયજી મહારાજે કર્યું છે. તથા સુંદર પ્રેસ કોપી તૈયાર કરવાને ભારે શ્રમ વયેવૃદ્ધ પૂજ્ય મુનિશ્રી હિતેશ્વર વિજયજી મહારાજે કર્યો છે. અને વળી વિદ્વર્ય મુનિશ્રી જયસુંદરવિજયજી મહારાજ સાહેબે તે આ ગ્રંથનું વિસ્તૃત પ્રાકૂકથન લખીને અનેખું પ્રદાન કર્યું છે. ઉપરોક્ત પૂજ્ય મુનિવર્યોના સૌ સ્વાધ્યાય પ્રેમીએ ઋણ રહેશે.
દેઢ વર્ષ પૂર્વે યોગદષ્ટિસમુચ્ચય-વ્યાખ્યા ગ્રંથને પહેલો ભાગ પ્રસિદ્ધ થયે હતે. વાંચકેએ એ મેળવવા માટે સારી એવી પડાપડી કરી હતી. પહેલો ભાગ વાંચીને ઘણુએ જીવનમાં જરૂરી પાયાની ધર્મ-પરિણતિ કેવી જોઈએ એને અનુભવ કર્યાનું કબુલ્યું છે. ખરેખર શાસ્ત્રીયતા શું છે એ વિષે ઘણાને અપૂર્વ પ્રકાશ લાવ્યા છે. ૫. પૂ. તર્ક શિરોમણુિં શ્રી હરિભદ્રસૂરિ મહારાજના ગ્રન્થ_એમના વચને કેટલા બધા ગંભીર અને અનેકાન્તવાદના તાણાવાણાથી કેવા ગુંથાયેલા છે, એ બાબતમાં ઘણાની દૃષ્ટિ સ્વચ્છ બની છે. ઓઘદ્રષ્ટિ ટળ્યા પછી ગદષ્ટિમાં આવેલા ગીઓની જુદી જુદી એક-એક થી ચડિયાતી ભૂમિકાઓ અને તે તે ભૂમિકાનુસાર તેમની માનસિક સ્થિતિ–આચરણ વગેરે કેવા કેવા હેય એ વિષે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં ખૂબ જ વિસ્તારથી પ્રકાશ પાથરવામાં આવ્યા છે.
પહેલા ભાગમાં એ ગ્રન્થ ઉપરના વ્યાખ્યામાં આઠે ગદષ્ટિના સંક્ષિપ્ત વિવેચનને સમાવેશ હતે. હવે બીજા ભાગથી એક એક ગષ્ટિનું વ્યક્તિગત વિવેચન શરૂ કરાયું છે. આ બીજા ભાગમાં પહેલી-બીજી અને ત્રીજી દષ્ટિ ઉપર સંઘહિતૈષી વિશાલમુનિવૃંદાધીશ