________________
સર
ઠેરાવું ? ' ઇત્યાદિ ભાવનાવાળા સ્વપક્ષના અનુરાગથી અભિભૂત ન થાય. તથા- આ તે મારા દુશ્મન છે કારણ કે એ મારા પક્ષને દોષિત ઠરાવી રહ્યો છે, માટે એને લેાકેાની વચ્ચે હલકા પાડુ એવા છતાં અછતાં કૃષણા પ્રગટ કરીને આક્રોશ વરસાવવાની પ્રવૃત્તિ કરાવે એવા દ્વેષથી પણ (ભાવશ્રાવક) પીડાય નહી. પણ સવાઁત્ર સમાન ચિત્તવાળા હિતને ઇચ્છતા એટલે પેાતાનુ અને ખીજાનું ભલુ ઈચ્છતા તે મધ્યસ્થગીતા ગુરુના વચનથી ખાટા કદા ગ્રહના સવથા ત્યાગ કરે છે.
જ્ઞાનસાર (૮)-માધ્યસ્થ્યાષ્ટક લેા. ૨
मनोवत्स युक्तिगवीं मध्यस्थस्यानुधावति ।
तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनः कपिः ||२||
અર્થ :-મધ્યસ્થ પુરુષના મનરૂપ વાછરડો યુક્તિરૂપ ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષના મનરૂપ વાંદરા તેને પુછડા વડે ખેંચે છે. જ્યાં યુક્તિ હાય ત્યાં મધ્યસ્થનુ ચિત્ત આવે અને ટ્ઠાગ્રહીનું ચિત્ત યુક્તિની કથના કરે-એ અર્થ છે.
[આપણા ઘણા શાસ્ત્રોમાં નીચેને એક શ્લોક આવે
છે.
आग्रही बत निनीषति युक्तिं यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ॥
અ:-આગ્રહી પુરુષ જ્યાં પેાતાની મતિ ખુંચેલી હોય ત્યાં યુક્તિને તાણી જવા ઝંખે છે. પક્ષપાતવગરના પુરુષની મતિ ત્યાં ઠરે છે જ્યાં યુક્તિ હાજર હાય છે.
યોગદૃષ્ટિસમુચ્ચય ક્ષેા. ૧૦૧
आगमेनानुमानेन योगाभ्यासरसेन च ।
त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तच्चमुत्तमम् ॥ १०१ ॥
અર્થ :-આગમ, અનુમાન અને વિહિતાનુષ્કાનાસેવનરૂપ ચોગાભ્યાસરસ એમ ત્રણ પ્રકારે બુદ્ધિને વાપરવાથા ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
યોગદૃષ્ટિ. બ્લેક. ૧૨૩
आदरः करणे प्रीतिरविघ्नः सम्पदागमः । जिज्ञासा तन्निसेवा च सदनुष्ठानलक्षणम् ॥
અર્થ :- ઇષ્ટકૃત્યમાં આદર, તેના આચરણમાં પ્રેમ, નિવિનપણુ, તે આચરવાથી પુણ્યના પ્રભાવે સમ્પત્તિનું આગમન, ઇષ્ટકૃત્યસ'ખ'ધી જિજ્ઞાસા અને ઇષ્ટાદિત સેવા, આ બધા સદનુષ્ઠાનના લક્ષણ છે.
(ઢાગ્રહમુક્ત ઉપદેશકોને શાસ્ત્રાભ્યાસ કરતાં કરતાં આવા અનેક આપ્તવચન મળી આવશે. )