Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પાંચે આશયભેદોના અર્થ હમણાં જ ટીકાકારશ્રી જણાવે છે. તેથી અહીં વધુ વિવેચન કરતા નથી. तत्र 'हीनगुणद्वेषाभावपरोपकारवासनाविशिष्टोऽधिकृतधर्मस्थानस्य कर्तव्यतोपयोगः' प्रणिधानम् । उक्तं चः
“प्रणिधानं तत्समये, स्थितिमत्तदधः कृपानुगं चैव ।
निरवद्यवस्तुविषयं, परार्थनिष्पत्तिसारं च ।। षोड. ३ - ७ ।। 'तत्समये' = प्रतिपन्नधर्मस्थानमर्यादायां । 'स्थितिमत्' = अविचलितस्वभावम् । “તધ૪” = સ્વપ્રતિપનથસ્થાનાથસ્તનમુસ્થાનવર્તિપુ “પાનુ” = करूणापरम् । न तु गुणहीनत्वात्तेषु द्वेषान्वितम् । शेष सुगमम् ।..
પ્રણિધાન કોને કહેવાય? તે જણાવે છે. ત્યાં (૧) હીન ગુણવાળી વ્યક્તિઓ પ્રત્યે દ્વેષનો અભાવ, પરોપકાર કરવાની ભાવનાથી યુક્ત એવો અને પોતે સ્વીકારેલા ધર્માનુષ્ઠાનને બજાવવાનો જે ઉપયોગ = પરિણામવિશેષ તે પ્રણિધાન કહેવાય છે.
પ્રણિધાનના લક્ષણમાં ત્રણ વિશેષણો છે. (૧) પોતાનાથી જે જે જીવો હીન ગુણવાળા હોય તેના ઉપર દ્વેષનો અભાવ, આમ થવાથી તે તે વ્યક્તિઓમાં રહેલા બીજા ગુણો પ્રત્યે પ્રીતિ - બહુમાન આવે, વળી દ્વેષાભાવ હોવાથી નિકટવર્તિત્વ આવે, સંબંધમાં મીઠાશ વધે, જેનાથી ભવિષ્યમાં તે તે વ્યક્તિને ગુણિયલ બનાવી શકાય. માટે હીન ગુણવાળા પ્રત્યે દ્વેષ ન હોવો તે પહેલું વિશેષણ છે, (૨) બીજાનો ઉપકાર કરવાની વાસનાથી યુક્ત એવો ઉપયોગ - પોતાને જે જે ગુણોની પ્રાપ્તિ થઈ છે તે તે ગુણો બીજામાં પણ કેમ આવે તે રીતે સતત પરોપકાર કરવાની જ ભાવનાવાળું ચિત્ત, | આ બીજું વિશેષણ છે. / (૩) તથા પોતે જે જે ધર્માનુષ્ઠાન કરવાનું સ્વીકાર્યું છે તે તે ધમનુષ્ઠાન પાળવામાં-આચરવામાં સતત ઉદ્યમશીલ, મારું આ જ કર્તવ્ય છે એવી ભાવનાયુક્ત એ ત્રીજું વિશેષણ છે. આ પ્રમાણે ત્રણ ગુણોથી યુક્ત જે ચિત્તપરિણામ તે “પ્રણિધાન” નામનો પહેલો આશય છે. જ્યાં આવા ગુણોવાળો ચિરપરિણામ ન હોય તે પ્રણિધાન આશય કહેવાતો નથી. અને આવા આશય વિના કરાયેલી ધર્મક્રિયા દ્રક્રિયા કહેવાય છે. અન્યગ્રન્થમાં (ષોડશક પ્રકરણમાં) ગ્રન્થકારશ્રીએ જ કહ્યું છે કે :
0 શ્રી યોગવિંશિકા જ છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org