Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તાત્પયર્થ એ છે કે યોગના ભેદો ઘણા હોવા છતાં મુખ્યત્વે સ્થાનાદિ, પાંચ ભેદો છે. અને અરિહંત ચેઇઆણે સૂત્રમાં આવતા ચૈત્યવંદનના દષ્ટાંતથી તે યોગની યોજના જાણવા જેવી છે. જે ૧૦/૧૧મી ગાથામાં સમજાવાશે. પરંતુ આ યોજના માત્ર તત્ત્વજ્ઞ (યોગના વિષયમાં અનુભવી) જીવો વડે જ જાણી શકાય તેવી છે. “યોજના એટલે પ્રતિનિયતવિષયવ્યવસ્થા,” તે જણાવે છે -
તાવ સમાદિ : તે યોજનાને જ જણાવે છે :
अरिहंतचेइयाणं, करेमि उस्सग्ग एवमाइयं ।
सद्धाजुत्तस्स तहा, होइ जहत्थं पयन्नाणं ।। १० ।। શ્લોકાઈ - “અરિહંત ચેઇયા કરેમિ કાઉસ્સગ્ગ” (અરિહંત ભગવંતોના ચેત્યોની આરાધના માટે હું કાઉસ્સગ્ન કરું છું.) વગેરે પદોનું યથાર્થ જ્ઞાન શ્રદ્ધાયુક્ત એવા આત્માને થાય છે. | ૧૦ ||
"अरिहंत" इत्यादि । अरिहंत चेइयाणं करेमि काउस्सग्गं" एवमादि ચૈત્યવન્દ્રનrsવિષયં “શ્રદ્ધાપુરી” = શિયાવિયવતઃ “તથા” તેને प्रकारेणोच्चार्यमाणस्वरसंपन्मात्रादिशुद्धस्फुटवर्णानुपूर्वीलक्षणेन "यथार्थ" = अभ्रान्तं पदज्ञानं भवति, परिशुद्धपदोच्चारे दोषाभावे सति परिशुद्धपदज्ञानस्य श्रावणसामग्री માત્રાધીનત્વાતિ માવ: || ૧૦ ||
અરિહંત ચેઇયાણ કરેમિ કાઉસ્સગ્ગ” ઈત્યાદિ સૂત્રો કે જે ચૈત્યવંદનમાં બોલાય છે તે (૫) દંડકસૂત્રો કહેવાય છે. (૧) શકસ્તવ = નમુત્થણ, (૨) ચૈત્યસ્તવ = અરિહંત ચેઇયાણ, (૩) નામસ્તવ = લોગસ્સ, (૪) શ્રુતસ્તવ = પુખ્ખરવરદી, (૫) સિદ્ધસ્તવ = સિદ્ધાણં બુદ્ધાણં આ પાંચ દેવવંદનના મુખ્યાધારભૂત સૂત્રો હોવાથી દંડક – સૂત્રો કહેવાય છે.
અત્યંત શ્રદ્ધાવાળા તથા ધાર્મિક ક્રિયાનુષ્ઠાનોની શ્રદ્ધાવાળા આત્માને તેવી તેવી ઢબે ઉચ્ચારણ કરાતા હ્રસ્વ-દીર્ઘ સ્વર, સંપદા, માત્રા, પદો, સંયુક્ત તથા અસંયુક્ત વ્યંજનો વગેરેનું અતિશય શુદ્ધ અને સ્પષ્ટ ક્રમશઃ વર્ગોનું ઉચ્ચારણ કરતાં ચોક્કસ યથાર્થ (ભ્રમ વિનાનું) પદોનું જ્ઞાન થાય છે.
0 શ્રી યોગવિશિમ જ પપ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org