________________
કરાય છે તે જ મોક્ષસાધક બને છે. તેમાં પણ કરાતા ધર્માનુષ્ઠાનોમાં રહેલા સ્થાનાદિ યોગો ખરેખર મોક્ષહેતુ છે. તથાપિ સ્થાનાદિ યોગો મોક્ષહેતુ હોવાથી તે યોગોવાળું ધર્માનુષ્ઠાન પણ મોક્ષહેતુ કહેવાય છે. અનન્તરપણે યોગો મોક્ષહેતુ અને પરંપરાએ ધર્માનુષ્ઠાન પણ મોક્ષહેતુ છે એમ જાણવું.
‘‘તથા’’ શબ્દ પ્રકારાન્તરના સમુચ્ચય માટે છે. અર્થાત્ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન સ્થાનાદિયોગોથી યુક્ત છે માટે મોક્ષહેતુ છે. તે એક કારણ જણાવ્યું. હવે તે જ વિષયમાં બીજાં કારણ બતાવે છે. એમ સમુચ્ચય અર્થમાં તથા શબ્દ સમજવો.
‘‘સવનુષ્ઠાનવેન’” ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાન એ ઉત્તમ અનુષ્ઠાન હોવાથી સ્વતંત્રપણે જ મોક્ષહેતુ છે. કારણ કે યોગના પરિણામથી કરાયેલા પુણ્યાનુબંધી પુણ્યનો નિક્ષેપ (બંધ) થવાથી, નિર્મળ ચિત્તના સંસ્કારરૂપ પ્રશાન્તવાહિતાથી યુક્ત એવાં ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો સ્વતંત્રપણે જ મોક્ષહેતુ છે એમ સમજવું ।
ભાવાર્થ આ પ્રમાણે છે કે સગૃહસ્થે જ્યારથી જિનમંદિર જવાનો, પ્રભુનાં દર્શન-વંદન-પૂજન કરવાનો પરિણામ કર્યો છે; ભગવન્ત પ્રત્યેના અતિશય અહોભાવથી સ્થાનાદિ યોગો સાચવવાપૂર્વક ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનોમાં જોડાયો છે ત્યારથી તેનું ચિત્ત ધર્મ તરફ વધારે ને વધારે ઉલ્લસિત થાય છે. વીતરાગ પ્રભુનાં દર્શન-પૂજન કરતાં પણ સંસારનો નિર્વેદ, મોક્ષનો સંવેગ-પરિણામ વધતો જ જાય છે. આવો ધર્મપરિણામ આત્માને મોક્ષની સાથે જોડનાર હોવાથી યોગપરિણામ કહેવાય છે. । આ ધર્માનુષ્ઠાનો સઅનુષ્ઠાન (ઉત્તમ આચારવિશેષ) હોવાથી યોગવાળા પરિણામથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. જે આ આત્માને પ્રતિ ભવે મોક્ષની આસન્ન કરે છે. તથા ધર્મના પરિણામોથી ચિત્ત રંગાયેલું હોવાથી અતિશય સંસ્કારવાળું બને છે. ક્રોધ-માનાદિ કષાયો રહિત વિશુદ્ધ બને છે. અને વિકાર-વાસના વિનાનું સ્વચ્છ બને છે. તેના કારણે ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનો પ્રશાન્તવાહિતાથી યુક્ત બને છે. એટલે આત્મા અત્યન્ત પ્રશાન્ત સ્વભાવમાં ઝુલતો બની જાય છે. આ પ્રકારનું ગુણીયલ ધર્માનુષ્ઠાન થવાથી આ ચૈત્યવંદનાદિ ધર્મક્રિયા સ્વતંત્રપણે જ મોક્ષહેતુ બને છે.
।। શ્રી યોગવિંશિકા ♦ ૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org