________________
તેમ તેની કર્તવ્યતાનું જ્ઞાન થવાથી થયેલ હર્ષવિશેષ તે ભક્તિત્વ કહેવાય છે. આ પ્રમાણે આ બંને અનુષ્ઠાનો અંતરંગ પરિણામની તરમતાથી ભિન્ન છે. ષોડશકની સાક્ષી જણાવે છે કે :
“પત્ની ખરેખર અત્યંતવલ્લભ (અતિશય પ્રીતિનું પાત્ર) હોય છે. અને માતા પણ તેની જેમ પ્રીતિનું (માતા તરીકેની પ્રીતિનું પાત્ર તો છે જ. અને તદુપરાંત “હિતા ” આ મારી માતા હિત કરનારી છે એમ પણ મનમાં હોય છે. આ બંનેને ખાવા-પીવા-પહેરવા આપવા માટેનું કત્ય તુલ્ય હોય છે. પરંતુ અંતરંગ પરિણામ એક પ્રીતિનો અને બીજો ભક્તિનો છે. આ પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન ગત દષ્ટાન્ત સમજવું //
ભોજન-આચ્છાદન (વસ્ત્ર)નું આપવું તે બંને પ્રત્યે તુલ્ય છે. પરંતુ હૃદય ગત ભાવમાં તફાવત છે. આ પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન માટે ઉદાહરણ જાણવું છે
શાસ્ત્રાર્થના પ્રતિસંધાનપૂર્વક સર્વ ઠેકાણે સાધુની જે ઉચિત પ્રવૃત્તિ તે વચનાનુષ્ઠાન જાણવું પ્રથમ બે અનુષ્ઠાનવર્તી જીવોમાં અનુષ્ઠાનપ્રત્યે પ્રીતિ ભક્તિ હોવા છતાં શાસ્ત્ર સંબંધી સ્કૂલ બોધ છે. સૂક્ષ્મ બોધ નથી. તેથી શાસ્ત્રાર્થનું પ્રતિસંધાન નથી. કદાચ વધારે બોધ હોય તો પણ ક્રિયાકાળે તેટલો ઉપયોગવિશેષ નથી. પરંતુ જ્યારે આત્મા શાસ્ત્રોના સૂક્ષ્મ અર્થોનો જ્ઞાતા બને, તેનું વારંવાર પરિશીલન કરે, તેને અનુસાર ધર્મક્રિયા કરવાનું ચિત્ત થાય, તેથી સર્વ અનુષ્ઠાનોમાં શાસ્ત્રોના અર્થોનું પ્રતિસંધાન (જોડાણ) કરે, તેની પરવશતાએ જ વર્તે તથા શાસ્ત્રાર્થ ઉપરના અતિબહુમાનને લીધે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે, સમિતિ ગુપ્તિની વૃદ્ધિ થાય, સંયમની વૃદ્ધિ થાય તેવું જ કાર્ય કરે – તે વચનાનુષ્ઠાન ||
જૈનશાસ્ત્રોનાં વચનોને અનુસાર સર્વ ઠેકાણે ઉચિતયોગપૂર્વકની સાધુની જે પ્રવૃત્તિ તે આ વચનાનુષ્ઠાન કહેવાય છે. અને તે અનુષ્ઠાન નિચે ચારિત્રવાનું સાધુને જ હોય છે (ષોડશક, ૧૦-૬) એમ ષોડશકમાં કહ્યું છે.
"व्यवहारकाले वचनप्रतिसंधाननिरपेक्षं दृढतरसंस्काराच्चन्दन गन्धन्यायेनात्मसाद्भूतं जिनकल्पिकादीनां क्रियासेवनमसङ्गानुष्ठानम्, आह च -
/ શ્રી યોગવિશિમ જ ૧૦૯ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org