Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શાસ્ત્રના વિષયને અતિ-કાન્ત થયેલો એવા સ્વરૂપવાળો આ યોગ હોય છે . ગુણસ્થાનકથી તે યોગ કયાં હોય છે? તો જણાવે છે કે ક્ષપકશ્રેણી, સંબંધી બીજા અપૂર્વકરણથી આ યોગ આવે છે. અનાદિ મિથ્યાત્વી જીવ સમ્યક્ત પામતાં ગ્રંથિભેદ વખતે જે અપૂર્વકરણ કરે તે પ્રથમ અપૂર્વકરણ અને ક્ષપકશ્રેણીમાં આરૂઢ આત્મા આઠમે ગુણઠાણે જે અપૂર્વકરણ કરે તે બીજુ અપૂર્વકરણ. આ આઠમાં ગુણઠાણાથી શરૂ થાય છે તે બારમા ગુણઠાણા સુધી હોય છે ! આ અનાલંબનયોગનું કાર્ય (ફળ) શું ? એમ જો ફળથી વિચારીએ તો લાયોપથમિકભાવના ક્ષમા-માર્દવતા-આર્જવતાનિઃસ્પૃહતા ઇત્યાદિ જે ગુણો છે કે જેમાં મંદ એવો પણ મોહનો ઉદય છે તેનો સંપૂર્ણતઃ ત્યાગ કરી ક્ષાયિકભાવના ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ કરવી તે આ યોગનું ફળ છે.
આ પ્રમાણે ક્ષપકશ્રેણીમાં દ્વિતીય અપૂર્વકરણમાં આવનારો એવો અને ક્ષાયોપશમિક ભાવના ક્ષમાદિ ધર્મોના સંન્યાસ(ત્યાગ)સ્વરૂપ એવો જે સામર્થ્યયોગ છે તેનાથી નિસંગપણે સતત પ્રવર્તેલી આત્માના “પરતત્ત્વને જોવાની” જે ઇચ્છા તે સ્વરૂપ આ અનાલંબનયોગ જાણવો |
આત્માનું જે અરૂપીતત્ત્વ છે કર્મરહિતસ્વરૂપ છે કેવળ જ્ઞાનાદિમય ગુણાત્મક સ્વરૂપ છે સહજસ્વરૂપ છે તે આત્માનું “પરતત્ત્વ” = અર્થાતુ પરમતત્ત્વ કહેવાય છે તે કેવું છે ? મને કયારે મળે ? તેને જોવાની પરમ ઘેલછા લાગે છે. તે પણ મોહનો ક્ષય થયેલ હોવાથી નિસંગભાવે ઈચ્છા પ્રવર્તે છે. | આ અવસ્થામાં મોક્ષ અને સંસાર, દુઃખ અને સુખ બંને સમાન લાગે છે. કોઈ પણ પ્રત્યે ઈષ્ટાનિઝ બુદ્ધિ હોતી નથી. આવી સંગ વિનાની સતત પ્રવર્તતી પ્રબળ એવી જે પરતત્ત્વદર્શનની ઈચ્છા એ જ અનાલંબનયોગ સમજવો :
ષોડશકપ્રકરણમાં પંદરમા ષોડશકના આઠમા શ્લોકમાં કહ્યું છે કે -
सामर्थ्ययोगतो या, तत्र दिदृक्षेत्यसङ्गशक्त्याया । साऽनालम्बनयोगः, प्रोक्तस्तददर्शनं यावत् (षोड. १५-८- ।।
ત્યાં આત્માના પોતાના સામર્થ્યયોગના બળથી જ અસંગ શક્તિથી યુક્ત એવી પરમ આત્મતત્ત્વસ્વરૂપને જોવાની જે ઇચ્છા, તે ઈચ્છા જ
/ શ્રી યોગવિશિમ જ ૧૧૭ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org