________________
સાલંબન કે નિરાલંબન કોઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી. માત્ર ધ્યાનાન્તરિકા દશા જ હોય છે. કેવલી ભગવાન છદ્મસ્થ અવસ્થારહિત વીતરાગ છે. છતાં સર્વ કર્મરહિત નહિ હોવાથી તેઓને પણ પોતાના આત્મામાં સર્વકર્મરહિત એવી મોક્ષ અવસ્થા યોજનીય છે. અને તેથી જ તે મોક્ષ માટે તેઓને પણ કોઈ પણ પ્રકારના ધ્યાનની આવશ્યકતા રહે છે. પરંતુ પરતત્ત્વનું દર્શન થઈ ચૂકેલ હોવાથી તેને જોવાની આકાંક્ષા (દિક્ષા) તેઓને હોતી નથી. તેથી ધ્યાનમાં ચિંતવવા યોગ્ય કોઈ વિષય તેઓનો હોતો નથી. અર્થાત્ છદ્મસ્થ જીવોને ક્ષપકક્ષેણીમાં પણ દિદક્ષા હતી. તે ધ્યાનનો વિષય બનતો હતો તેથી ઇષદ્ આલંબનવાળો એટલે કે અનાલંબનયોગ પણ હતો. પરંતુ કેવલી ૫રમાત્મા તો પરતત્ત્વના દર્શનને પામી ચૂકેલા છે તેથી દિદક્ષારૂપ જ્ઞાનની આકાંક્ષા ન હોવાથી ધ્યાનનો કોઈ વિષય ન હોવાથી અવિષયપણાના કારણે ધ્યાનનું કોઈ આલંબન કેવળીને હોતું નથી. આ કારણથી ક્ષપકશ્રેણીના કાળમાં પરતત્ત્વદર્શન નહિ પામેલા હોવાથી તેને મેળવવા માટે સંભવિત જે વિશિષ્ટતર પ્રયત્ન હતો તેવો પ્રયત્ન કેવળી ભગવાનને હોતો નથી. ધ્યાનનું આ એક લક્ષણ દિŁક્ષાના અને વિશિષ્ટતર પ્રયત્નના અભાવે ઘટતું નથી.
તથા આવર્જિતકરણ પછી થનારો યોગનિરોધ એ પણ ધ્યાનનું લક્ષણ છે. પરંતુ અક્તનકાલવર્તી કેવલી ભગવન્તોમાં યોગનિરોધ કરવારૂપ પ્રયત્નનો પણ અભાવ છે. કારણ કે ત્રણે યોગો યથાયોગ્ય રીતે ચાલુ છે. તેથી યોનિરોધરૂપ ધ્યાનનું લક્ષણ પણ ઘટતું નથી.
જૈનશાસ્ત્રોમાં (શુકલધ્યાન રૂપ) ધ્યાનનાં બે લક્ષણો આવે છે.
(૧) જેમ ધનુર્ધર લક્ષ્યવીંધવારૂપ સાધ્ય માટે સાધ્યની સાથે એકાકાર = તન્મય થાય છે. તેમ પરતત્ત્વના દર્શન માટે અરૂપી એવા સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં દ્રવ્યગુણ-પર્યાયથી આત્માના શુદ્ધ સ્વરૂપને ચિંતવવામાં દિક્ષાપૂર્વક એકાકાર એકમય બની જવું તે. આ ધ્યાન પૃથવિતર્કવિચાર અને એકત્વ વિતર્ક અવિચાર કહેવાય છે તે કેવળીને હોતું નથી. પરતત્ત્વનું દર્શન થયેલ હોવાથી દિદક્ષાના અભાવે વિશિષ્ટતર પ્રયત્નનો પણ અભાવ છે.
// શ્રી યોગવિંશિકા ૨ ૧૨૩ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org