Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 142
________________ रूपमाच्छाद्य शुद्धनिश्यनयपरिकल्पितसहजात्मगुणविभावने निराल्मबनध्यानं दुरपह्नवमेव, परमात्मतुल्यतयाऽऽत्मज्ञानस्यैव निरालम्बन-ध्यानांशत्वात् तस्यैव च मोहनाशकत्वात् । आह च जो जाणइ अरिहंते, द्रव्वत्त, गुणत्त, पज्जयत्तेहिं । सो जाणइ अप्पाणं, मोहो खलु जाइ तस्स लयं ।। પ્ર. સા. 9 -૮૦ | तस्माद् रूपिद्रव्यविषयं ध्यानं सालम्बनं, अरूपिविषयं च નિરસ્વમિતિ સ્થિતમૂ || 98 // અવક્તન ગુણસ્થાનકવર્તી પરમાત્માના ગુણનું ધ્યાન પણ નિરાલંબન યોગ છે. આ કારણથી જ અપ્રમત્તગુણસ્થાનકવર્તી મુનિઓને પિંડસ્થ-પદસ્થ અને રૂપાતીત એમ ત્રણ અવસ્થાઓની ભાવના ભાવવાના કાળમાં રૂપાતીત એવા સિદ્ધપરમાત્માના ગુણોનું ચિંતન કરવાની વેલામાં શુકલધ્યાનના અંશરૂપ નિરાલંબનયોગ અનુભવસિદ્ધ જ છે. કારણ કે અપ્રમત્તગુણસ્થાનકવર્તી મુનિઓ પરમાત્માની ત્રણ અવસ્થાની ભાવનાઓ ભાવે છે તેમાં રૂપાતીત અવસ્થા પણ છે. સિદ્ધ પરમાત્માનું કેવળજ્ઞાનાદિ અરૂપી સ્વરૂપ આ મુનિઓ પણ ચિંતવે છે. આ ભાવના ભાવતાં ભાવતાં જ્યારે મુનિઓ અરૂપી કેવલજ્ઞનાદિ ગુણાત્મક સ્વરૂપના ચિંતનમાં ચિત્તની એકાગ્રતાવાળા બને છે ત્યારે તેઓને પણ શુકલધ્યાનનો અંશ કહેવાય છે. અને તે નિરાલંબનયોગ જ છે. - તથા નિગોદથી માંડીને પંચેન્દ્રિય સુધીના તમામ સંસારી જીવોનું કર્મજન્ય નરક-તિયય-મનુષ્ય-દેવાદિરૂપ જે ઔપધિક સ્વરૂપ છે. જે વ્યવહારની અપેક્ષાએ છે તે ઔપાધિક સ્વરૂપને કચ્છ = ગૌણ કરીને શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ કલ્પાયેલું સિદ્ધ પરમાત્માતુલ્ય સ્વાભાવિક આત્માનું ગુણાત્મક જે શુદ્ધસ્વરૂપ છે તેનો વિચાર જ્યારે આ મુનિઓ કરતા હોય ત્યારે પણ નિરાલંબન ધ્યાન હોય છે તે છુપાવવું દુષ્કર જ છે. અર્થાત્ સંસારી આત્માઓ પણ સત્તાની અપેક્ષાએ સિદ્ધસમાન છે. અનંત જ્ઞાનાદિ ગુણવાળા છે. સહજાનંદી-સિદ્ધસ્વરૂપી છે. હું પણ સિદ્ધ પરમાત્માની તુલ્ય સહજ ગુણમય સ્વરૂપવાળો છું. ઇત્યાદિ વિભાવનકાળે પણ અરૂપી સ્વરૂપનું ધ્યાન હોવાથી અને તે ઇષદ્ હોવાથી નિરાલંબન ધ્યાન જ કહેવાય છે. A શ્રી યોગવિશિા જ ૧૨૭ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164