________________
કહેનારાઓને મહાશાસ્ત્રોમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. માટે (૧) વિધિરસિક બનીને જ, (૨) શાસ્ત્રાજ્ઞાનું અનુસરણ કરીને જ, (૩) સંવેગી પુરુષોએ આચર્યું હોય તે જ જિતવ્યવહાર” કહેવાય છે ! પ્રશ્ન : જો આટલો બધો વિધિનો જ પક્ષ હોય તો અન્યાસ્ત્રોમાં કહ્યું
છે કે ધમનુષ્ઠાન ન કરે તો મોટું પ્રાયશ્ચિત્ત અને અવિધિએ કરે
તો નાનું પ્રાયશ્ચિત્ત આવે એ પાઠનું શું થશે? ઉત્તર : અવિધિએ ધર્મક્રિયા કરનારા જીવો બે પ્રકારના હોય છે. (૧)
અવિધિપાક્ષિક :- અવિધિમાં જ રસ ધરાવનારા, વિધિની ઉપેક્ષા કરનારા, ગમે તેમ તોપણ અમે ધર્મક્રિયા તો કરીએ છીએ ને ? એવું માનવહન કરનારા, અને અવિધિને જ ઉત્તેજન આપનારા આ જીવોની અવિધિક્રિયા ચલાવી લેવાય નહિ. આ માર્ગને ઉત્તેજન અપાય નહિ. મૂળસૂત્ર અને ક્રિયાનો ઉચ્છેદ થઈ જાય. પરંતુ (૨) વિધિપાક્ષિક અવિધિકારક, એવા બીજા જીવો હોય છે. જેઓને વિધિ જ ઘણી પ્રિય છે. વિધિનો જ ઉપદેશ આપે છે. વિધિ પ્રત્યે જ બહુમાન છે. ફકત છઘસ્થપણાને લીધે અથવા સંઘયણાદિ દોષને લીધે અવિધિ આચરવી પડે છે. જેનું હૈયામાં ભારોભાર દુઃખ છે તેવા અવિધિ આચરનારા જીવો વિધિ પાક્ષિક હોવાથી તેઓને નાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેન શાસ્ત્રોનો મર્મ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવો જોઈએ.
આ કારણથી જ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તી જીવો સંધયણદોષે હીન આચરણ કરનાર પરંતુ મૂલવિધિની જ પ્રરૂપણા કરનાર, હીન આચરણ થાય છે તેનું દુઃખ ધરનારા, ઉત્કૃષ્ટની ઈચ્છા રાખનારા, મહાત્માઓ પણ કલ્યાણસંપાદક છે.
આ પ્રમાણે ચૈત્યવંદનાદિ શુભ ધર્મક્રિયા વિધિપૂર્વક હોય તો સ્થાનાદિ યોગો દ્વારા પરંપરાએ પણ મોક્ષનો હેતુ બને છે. અને સ્વયં પોતે ઉત્તમાનુષ્ઠાન હોવાથી, પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ હોવાથી, વિશુદ્ધચિત્ત સંસ્કાર દ્વારા પ્રશાન્તભાવ આપનાર હોવાથી અનંતર પણે પણ સ્વતંત્ર રીતે મોક્ષસાધક છે.
A શ્રી યોગવિશિમ જ ૧૪૩ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org