________________
ન હોય, વિષયપિપાસાનો જ રસ હોય તેવાને ભણાવવું એ પણ મહાદોષ છે. ભણાવનાર દોષિત બને. પ્રશ્ન : આટલી બધી ઝીણી ચર્ચા કરવા વડે સર્યું? “મહીનનો રે તા:
સ: પન્થા:” ઘણા માણસો જે માર્ગે જાય તે જ સાચો માર્ગ છે. એમ માની અવિધિવાળી ક્રિયા પણ તીર્થની રક્ષક છે. એમ
માનવામાં શો દોષ? ઉત્તર : “મરીનનો” શબ્દનો અર્થ “ઘણા માણસો” નથી કરવાનો, પરંતુ
શાસ્ત્રાજ્ઞા સાપેક્ષ પંડિતપુરુષ એવો અર્થ કરવાનો છે. માટે શાસ્ત્રની આજ્ઞાથી નિરપેક્ષ ઘેટાંના ટોળાની જેમ બહુજનવાદવાળી લોકસંજ્ઞાને છોડી શાસ્ત્રની આજ્ઞાને અનુસાર સૂત્ર અને વિધિપૂર્વકની ક્રિયાને જ તીર્થરક્ષા કહેવાય છે. આ નિપુણબુદ્ધિપૂર્વક સમજવું
“જો ઘણા કરે તે જ કર્તવ્ય” એવો ન્યાય જગતમાં હોત તો મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિમાં મિથ્યાદષ્ટિ જ ઘણા છે | આર્ય અને અનાર્યમાં અનાર્ય જ ઘણા છે | જૈન અને જૈનેતરોમાં જેનેતરો જ ઘણા છે ! માટે ઘણાનો ન્યાય લાગુ પડતો નથી. લોકમાર્ગમાં કે લોકોત્તર માર્ગમાં સાચા કલ્યાણના અર્થી જીવો થોડા જ હોય છે. જેમ રત્નના વેપારી હમેશાં થોડા જ હોય છે. માટે શાસ્ત્રાપેક્ષદષ્ટિવાળા, વિધિ-સૂત્રની અપેક્ષાવાળા, તીર્થની સાચી સુરક્ષા કરવાના પરિણામવાળા જીવો (ભલે સંખ્યામાં ઓછા હોય તોપણ તે) જ સાચા “મહાજન” છે. અને તેમના માર્ગે ચાલવું જોઈએ !
આંધળા માણસો સો માથે મળે તો પણ માર્ગે નથી ચાલી શકવાના, પરંતુ દેખતો માણસ એક હોય તો પણ તે માર્ગગામી છે. માટે “બહુજન” નો આગ્રહ રાખવો તે ઉચિત નથી જ !
સંવેગી ગીતાર્થ પુરુષોએ જે આચર્યું હોય, શાસ્ત્રવાક્યોની સાથે જે અબાધિતહોય, અને પરંપરાએ વિશુદ્ધિનો હેતુ હોય તે જ “જીત” વ્યવહાર છે. પરંતુ શાસ્ત્રથી નિરપેક્ષ, અસંવેગી પુરુષોએ આચરેલ અંધ પરંપરાની જેમ સ્વીકારાયેલ તે “જિત” વ્યવહાર નથી ! જીત વ્યવહારમાં પણ શ્રુતવ્યવહારનો આશ્રય લેવો જ જોઈએ. આજે શ્રુતવ્યવહાર નથી જ એમ
0 શ્રી યોગવિશિા જ ૧૪૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org