Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 159
________________ આ ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાનો (૧) પ્રીતિ, (૨) ભક્તિ, (૩) વચન, (૪) અસંગ એમ ચાર પ્રકારનાં જ્ઞાનીઓએ કહ્યાં છે. | જે અનુષ્ઠાન ઉપર ઘણું બહુમાન હોય, પ્રેમ હોય, આ જ મારા આત્માનું શ્રેયસ્કર છે. શેષકાર્યો છોડીને પણ જે કરાય તે પ્રીત્યનુષ્ઠાન છે જ્યાં અનુષ્ઠાનો ઉપર પ્રેમને બદલે વધારે ને વધારે ભક્તિ - બહુમાન હોય, પૂજ્યભાવ હોય, વધારે ઉત્સાહથી જે કરાય તે ભકત્યનુષ્ઠાન. પ્રીતિ-ભક્તિ અનુષ્ઠાન ક્રિયામાં તુલ્ય હોવા છતાં આરાધ્ય વસ્તુ પ્રત્યેના ભાવના તફાવતથી ફરક છે. જેમ પત્ની અને માતા ! શાસ્ત્રોનું પરિશીલન કરવાપૂર્વક સાધુની જે ઉચિત ધર્મક્રિયા તે વચનાનુષ્ઠાના જે ધર્માનુષ્ઠાન વારંવાર આચરવાથી એવું આત્મસાત્ બન્યું હોય કે હાલ વ્યવહારકાલે શાસ્ત્રપાઠનું આલંબન ન હોય તે અસંગાનુષ્ઠાન ! આ છેલ્લું અસંગાનુષ્ઠાન એ જ નિરાલંબન નામનો પાંચમો યોગ છે ! ચોથા પાંચમા આલંબન અને નિરાલંબનયોગને સમજાવે છે કે સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પ્રભુનું રૂપ, અથવા પ્રતિમાદિનું જે રૂપ, તેનું જે આલંબન તે સ્થૂલ હોવાથી અને ચક્ષુર્ગોચર હોવાથી આલંબનયોગ કહેવાય છે અને અરૂપી એવા સિદ્ધ પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોની સાથે એકાકારતા, તે સૂક્ષ્મ હોવાથી અને અતીન્દ્રિય હોવાથી અરૂપીનું જે આલંબન તે અનાલંબનયોગ કહેવાય છે. જોકે આ અનાલંબનયોગમાં અરૂપીનું આલંબન છે. પરંતુ “વII વાપુ:”ની જેમ અલ્પ હોવાથી નથી જ એમ જાણવું. આ “અનાલંબનયોગ” ક્ષપકશ્રેણીમાં ગુણસ્થાનક ૮ થી ૧૨માં મોહનીય કર્મના ક્ષયોપશમ અને ક્ષય વડે પ્રાપ્ત થતા ક્ષમા આદિ ગુણો દ્વારા થાય છે. આત્માનું જે વાસ્તવિક પરમાત્મ સ્વરૂપાત્મક તત્ત્વ, તેને જોવા માટેની જે ઈચ્છા તે જ અનાલંબનયોગ છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી જ આ અનાલંબનયોગ હોય છે. જેમ કોઈ ધનુષધારી લક્ષ્યને વીંધવા માટે ધનુર્દડ ઉપર બાણ ચઢાવે છે અને લક્ષ્યની સામે એકાકારતા પણે નિશાન તાકે છે. જ્યાં સુધી બાણ, ન છોડે ત્યાં સુધી જ આ એકાકારતા હોય છે. તેવી રીતે ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયેલો આ જીવ પરમાત્મતત્ત્વને જોવા માટે મોહનીયકર્મના _/ શ્રી યોગવિંશિક છે ૧૪ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164