Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા સામર્થ્યયોગથી જે એકાકારતા તે જ અનાલંબન યોગ છે. જેવું કેવળજ્ઞાન થાય છે. તેવું જ ફળ સિદ્ધ થઈ જવાથી ફળસિદ્ધિ માટેની તન્મયતારૂપ આ અનાલંબનયોગ પૂર્ણ થઈ જાય છે । કેવળજ્ઞાની થયેલા આ ૫૨માત્માને હવે ધ્યાનાન્તરિકા દશા હોય છે. અર્થાત્ ધ્યાનશૂન્ય દશા હોય છે !
પ્રશ્ન : જ્યારે જીવ કેવળજ્ઞાન પામે ત્યારે અનાલંબનયોગ ભલે ન હો પરંતુ કેવળજ્ઞાન એ જ આલંબન હોવાથી “સાલંબનયોગ છે એમ કેમ ન કહેવાય ?
ઉત્તર : જ્યારે કેવળજ્ઞાન અપ્રાપ્ત હોય છે ત્યારે તેને મેળવવાની ઇચ્છા - ૫૨માત્મસ્વરૂપ જોવાની ઇચ્છા હોય છે. માટે સાધકદશા હોવાથી સાધનાની જરૂર હોય છે. પરંતુ જ્યારે આ જીવ કેવળજ્ઞાન પામે છે, ત્યારે ભલે મોક્ષ બાકી છે પરંતુ તેને સાધવા માટે સાધકદશા નથી, સિદ્ધ દશા છે. હવે બાકીનાં કર્મો અવશ્ય સ્વયં ક્ષય થવાનાં જ છે. માટે મેળવવાલાયક વિષયના જ્ઞાનની આકાંક્ષા-સાધના નહીં હોવાથી સાલંબનયોગ નથી.
શુકલધ્યાનનાં બે લક્ષણો છે. એક તો સાધ્ય સાધવા માટે સાધનામાં જોડાવું. તે અપૂર્ણને હોય, કેવલી પૂર્ણ છે. માટે ન હોય । બીજું યોગનિરોધ લક્ષણ છે. તે કેવલીપણામાં અંતે આવે છે, માટે અક્તિનકાળમાં માત્ર ધ્યાનાન્તરિકા દશા જ હોય છે ।
જો ક્ષપકશ્રેણીમાં જ સામર્થ્યયોગ આવતો હોય તો સપ્તમગુણસ્થાનકવર્તી જિનકલ્પિક મહાત્માઓને પણ સામર્થ્યયોગ અર્થાત્ અનાલંબન યોગ છે. એવા શાસ્ત્ર વાકયનું શું ?
ઉત્તર ઃ વાસ્તવિક અનાલંબન યોગ ક્ષપકશ્રેણીમાં જ હોય છે. પરંતુ તેની પૂર્વભૂમિકારૂપે સપ્તમગુણસ્થાનકવર્તી જિનકલ્પિકાદિમાં જે વિશિષ્ટ યોગદશા છે તે પણ આ યોગની પ્રાપ્તિનું કારણ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને પણ અનાલંબનયોગ કહી શકાય છે.
જિનકલ્પિક સિવાય સામાન્ય મુનિઓને પણ સિદ્ધપરમાત્માની રૂપાતીત અવસ્થા ભાવતાં શુકલધ્યાનનો અંશ હોઈ શકે છે । તથા તેનાથી
II શ્રી યોગવિંશિકા
૧૪૫ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org