Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
નીચે ગુણઠાણે વર્તતા મહાત્માઓ પ્રભુનું બાહ્યપ્રાતિહાર્યાદિ સ્વરૂપ છોડીને પરમાત્માના અનંત જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરે તો તે જીવોને પણ નિરાલંબન ધ્યાનનો યત્કિંચિત્ અંશ હોય છે.
આ અનાલંબનયોગથી પ્રથમ મોહસાગર તરી જવાય છે. તેનાથી ક્ષપકશ્રેણી આરોહિત થાય છે. અને તેનાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે !
અન્ય દર્શનકારો ક્ષપકશ્રેણીને “સંપ્રજ્ઞાત સમાધિ” અને કેવળજ્ઞાનને “અસંપ્રજ્ઞાત સમાધિ” કહે છે તે અર્થથી વિચારીએ તો અઘિટત નથી. કારણ કે “સમ્યક્ પ્રકારે પ્રકર્ષે કરાયેલી સમાધિ” તે સંપ્રજ્ઞાત સમાધિ, આ અર્થ ક્ષપકશ્રેણીમાં સંભવે છે. તથા કેવળી અવસ્થામાં મોહનીયનો નાશ થાય છે માટે સંકલ્પ-વિકલ્પોરૂપી પ્રકર્ષવાળું જ્ઞાન જ્યાં નથી તે “અસંપ્રજ્ઞાત સમાધિ, આ અર્થ કેવળજ્ઞાનમાં સંભવે છે. ક્ષાયિકભાવ હોવાથી સંકલ્પ-વિકલ્પરૂપતા નથી.
“અસંપ્રજ્ઞાત સમાધિ” (કેવળજ્ઞાનના) બે ભેદ છે - એક સયોગી કેવલી, બીજો અયોગી કેવલી. અનુક્રમે તેરમે ચૌદમે ગુણઠાણે હોય છે. આ છેલ્લી પ્રાપ્ત થયેલી અયોગી અવસ્થાને અન્ય અન્ય દર્શનકારોએ
ધર્મમેઘ, અમૃતાત્મા, ભવશત્રુ, શિવોદય, સત્ત્વાનંદ, અને ૫૨ એવાં જુદાં જુદાં નામો તેમના શાસ્ત્રોમાં આપેલાં છે.
આ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિજીકૃત યોગવિંશિકા અને મહોપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ટીકાના ગુજરાતી અનુવાદનો સારાંશ સમાપ્ત થયો.
Jain Education International
// શ્રી યોગવિંશિક * ૧૪૬ /
For Private & Personal Use Only
www.jainelibrary.org