Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 155
________________ હોવાથી મોક્ષફળની અપેક્ષાએ વિપરીત ફળદાયક, અને મહામૃષાવાદ દીપ વાળાં છે ! અનુષ્ઠાનોના કુલ પાંચ ભેદો છે (૧) વિષ (૨) ગર (૩) અનનુષ્ઠાન, (૪) તદ્હેતુ, (૫) અમૃતાનુષ્ઠાન | આ ભવમાં ભાવિમાં ધનલાભ-પુત્રલોભ-યશલાભ થાય એવા આશયથી જે ધમનુષ્ઠાન કરાય તે વિષાનુષ્ઠાના પરભવમાં દેવ-દેવેન્દ્ર-ચક્રવર્તીપણું મળે એવા આશયથી જે ધમનુષ્ઠાન કરાય તે ગરાનુષ્ઠાન કોઈ પણ જાતના ઉપયોગશૂન્ય જે અનુષ્ઠાન કરાય તે અનનુષ્ઠાન | ઉત્તમાનુષ્ઠાન પ્રત્યેના રાગથી કરાતું પ્રાથમિક ધમનુષ્ઠાન તે તહેતુ અનુષ્ઠાન ! આ અનુષ્ઠાનો જિનેશ્વરપ્રભુકથિત છે એવા ભાવપૂર્વક અને અતિશય સંવેગપૂર્વક કરાતુ અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન છે ! પ્રશ્ન : આ પાંચ અનુષ્ઠાનોમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાનો યોગાભાસસ્વરૂપ હોવાથી અહિતકારી છે. અને પાછળલાં બે અનુષ્ઠાનો સદ્યોગ રૂપ હોવાથી હિતકારી છે. આ ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનોને યોગ્ય જીવો કયા? ઉત્તરઃ મૂળ ગાથામાં દેશવિરતિધર” લખ્યા છે. પરંતુ ત્રાજવાની દાંડીની મધ્યદોરી ઊંચી કરે છતે બંને છેડા પણ લેવાય છે. તે ન્યાયે દેશવિરતિના આગળ-પાછળવર્તી સર્વવિરતિધરો તથા અપનબંધકાવિરતસમ્મદ્રષ્ટિ જીવો પણ જાણવા. અરિહંત ચેઇયાણ સૂત્રમાં “પપ્પાપ વોસિરા”િ આવે છે. આવો કાય વ્યાપારનો ત્યાગ વિરતિધરમાં જ સંભવે માટે દેશ-સર્વચારિત્રધરો યોગ્ય છે. અને અપનબંધક તથા સમ્યગ્દષ્ટિજીવો વિરતિની ઈચ્છાવાળા અને કદાગ્રહ વિનાના હોવાથી યોગ્ય છે. ! પરંતુ જે જીવો અપુનબંધક અવસ્થા સુધી પણ નથી આવ્યા, વિધિ પ્રત્યે અને અનુષ્ઠાન પ્રત્યે બહુમાન વિનાના છે. કદાગ્રહવાળા છે. અને ફક્ત ગાડરીયા પ્રવાહે જ ધમનુષ્ઠાન કરે છે. માનાદિને પોષે છે તેવા. જીવો આ ધમનુષ્ઠાન માટે અયોગ્ય જ છે. એમ જાણવું ! પ્રશ્ન : જો અવિધિ કરનાર જીવો ધમનિષ્ઠાન માટે અયોગ્ય કહેશો તો તીર્થનો ઉચ્છેદ થઈ જશે કારણ કે વિધિવાળા ધમનુષ્ઠાનો કરનારા | શ્રી યોગવિશિા જ ૧૪૦ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164