Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ભેદો થતાં કુલ યોગના ૮૦ ભેદો થાય છે. । આ સ્થાનાદિ યોગો “અરિહંત ચેઇયાણં” આદિ દંડકસૂત્રોના દૃષ્ટાંતથી સમજવા જેવા છે ।
અરિહંત ચેઇયાણં ઇત્યાદિ દંડકસૂત્રોનું યથાર્થ પદજ્ઞાન (સૂત્રો સ્પષ્ટ બોલવાં, હ્રસ્વ-દીર્ઘ સ્વરનું ઉચ્ચારણ, સંપદા-માત્રા-પદો-સંયુક્ત અસંયુક્ત વ્યંજનોનું ઉચ્ચારણ ઇત્યાદિ સ્પષ્ટ પદજ્ઞાન) શ્રદ્ધાવાળા જીવને થાય છે । આ યથાર્થ પદાન અને અર્થજ્ઞાન તે અર્થયોગવાળા અને આલંબનયોગવાળા મહાત્માઓને પ્રાયઃ તુરત મોક્ષફળ આપનાર બને છે. અને સ્થાનયોગ-ઉર્ણયોગવાળા (પણ અર્થ અને આલંબનયોગની સ્પૃહાવાળા એવા જીવોને થોડા દીર્ઘકાલે પણ મોક્ષફળ આપનાર બને છે.
અર્થયોગ અને આલંબન યોગવાળા જીવો પણ જો “સાપાય” યોગવાળા (તીવ્ર મોહનીયકર્મવાળા) હોય તો આ પદજ્ઞાન દીર્ઘકાળે ફળ આપે છે.
સ્થાનયોગાદિ ચારે યોગવાળા મહાત્માનું આ ચૈત્યવંદન તે ભાવક્રિયા હોવાથી “અમૃતાનુષ્ઠાન” કહેવાય છે. અને સ્થાનયોગાદિ બે યોગવાળા અને બાકીના બે યોગોની સ્પૃહાવાળા જીવોનું આ ચૈત્યવંદન તે દ્રવ્યક્રિયા છે. પરંતુ “તદ્વેતુ” અનુષ્ઠાન કહેવાય છે. અમૃતાનુષ્ઠાન તુરત મોક્ષદાયક છે. અને તદ્ભુતુ અનુષ્ઠાન કાલાન્તરે મોક્ષદાયક છે ।
જે જીવોમાં સ્થાનાદિ ચારેમાંનો એકે યોગ નથી, માત્ર કાયાથી ચૈત્યવંદન કરે છે અથવા વચનથી બોલે છે પણ ઉપયોગની શૂન્યતા જ છે તે ચૈત્યવંદન તદ્દન અસાર-તુચ્છ દ્રવ્યચૈત્યવંદન છે. અને “અનનુષ્ઠાન” કહેવાય છે. મોક્ષફળ આપવામાં નિષ્ફળ છે. તેવા જીવો આવા ચૈત્યવંદન માટે “અયોગ્ય” છે વળી આવા જીવો ટાળેનું મોળેલું લાગેજું વગેરે બોલીને સ્થાનાદિ યોગ પણ ન સાચવે માટે મહામૃષાવાદ દોષ પણ લાગે । બીજા જોનારને અવિધિ દોષના પોષક બને માટે મોક્ષફળ આપવાને બદલે સંસારવર્ધક તીવ્રકર્મ બંધનરૂપ વિ૫રીત ફળ આપનાર બને છે ।
જે જીવો સ્થાનયોગ-ઉર્ણયોગ વગેરે સાચવીને ધર્મક્રિયા કરે છે. પરંતુ આ લોકનાં સુખો અને પરલોકનાં સ્વર્ગાદિનાં સુખોની અભિલાષા રાખે છે તે માટે જ કરે છે, તે અનુક્રમે વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાન
// શ્રી યોગવિંશિકા ૧૩૯ //
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org