Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
વશત્રુ” રૂપરેડ, બાવોઃ ” રૂત્ય , Hક્વીનન્તઃ” રૂત્યેક: “ ” રૂત્ય, “”= ૩૫ર્શતપરમ્પર્ધન તોડયો યોગત્ “પર” = સર્વોદત્ત નિર્વાણં મવતિ || ૨૦ ||
આ અસંપ્રજ્ઞાતસમાધિ બે પ્રકારની છે. (૧) સયોગી કેવલિભાવી અને (૨) અયોગી કેવલિભાવી. તેમાં પ્રથમ સયોગી કેવલિ સંબંધીઅસંપ્રજ્ઞાત સમાધિ માનસિકવૃત્તિઓ રૂપ સંકલ્પ-વિકલ્પજ્ઞાનોના અત્યન્ત ઉચ્છેદથી થાય છે = કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી ઉપદેશ આપવા સ્વરૂપ વચનયોગ અને આહાર-નિહાર-વિહારાદિ રૂપ કાયયોગ હોય છે. પરંતુ મનમાં સંકલ્પ-વિકલ્પો કરવા – વિચારવિશેષો કરવા રૂપ મનયોગ હોતો નથી તેથી તેવી માનસિક વૃત્તિઓના ક્ષયથી પ્રથમ સમાધિ પ્રાપ્ત થાય છે. - તથા બીજી અયોગીકવલિરૂપ અસમ્રજ્ઞાતસમાધિ પરિસ્પન્દરૂપ વૃત્તિઓનો ક્ષય થવાથી પ્રગટ થાય છે. કારણ કે તે ગુણઠાણે જીવ અયોગી હોવાથી પરિસ્પન્દરૂપ કાયિકાદિ યોગ પણ હોતા નથી. | આ જ અવસ્થા એ જ કેવળજ્ઞાનના ફળસ્વરૂપ છે - એ જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે :
તે કારણથી એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આ જીવ “અયોગાવસ્થાના યોગરૂપ” સમાધિને પ્રાપ્ત કરે છે. જે અવસ્થા ઇન્દ્રિયોની વૃત્તિઓ અને તેના બીજભૂત જ્ઞાનાવરણીયાદિ કર્મો આ બંનેને સંપૂર્ણપણે ધહ કરે તેવી અયોગી નામની આ અવસ્થા છે.
આ અસંપ્રજ્ઞાત સમાધિસ્થ આત્મા મન-વચન-કાયાના યોગોથી રહિત છે. તેથી પૂર્ણતઃ પગલભાવરાહત છે. સર્વથા કર્મબંધરહિત છે. અનાશ્રવભાવ અને પૂર્ણ સંવરભાવને પ્રાપ્ત થયેલા છે. આ અવસ્થા જ મુક્તિપ્રાપ્તિનું અનંતર કારણ છે.
આ અયોગી અવસ્થા જ “ધર્મમેઘ” છે એમ પાંતજલી આદિ યોગીઓ વડે કહેવાય છે. પૂર્ણપણે ધર્મપ્રાપ્તિ થવામાં મેઘ તુલ્ય છે. જેમ મેઘવરસવાથી ધાન્યાદિ થાય છે. તેમ મોક્ષાત્મક ધાન્યાદિની પ્રાપ્તિ માટે અયોગી અવસ્થા મેઘતુલ્ય છે.
બીજા કેટલાક દર્શનકારો વડે “અમૃતાત્મા” કહેવાય છે. જ્યારે આત્મા મોક્ષ પામે ત્યારે “અમરણ” મરણ વિનાનો બને છે. અમરણનું
// શ્રી યોગવિશિમ જ ૧૩૧ /.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org