________________
શ્રીમહરિભદ્રસૂરિજી - સંગ્રથિત, તથા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત ટીકાયુક્ત
શ્રી યોગેવિંશિકાના અર્થનો
સારાંશ આપણા આત્માને મોક્ષની સાથો જોડી આપે એવો જે કોઈ ધર્મવ્યવસાય તે જૈનદર્શનમાં “યોગ” કહેવાય છે. આવા યોગવાળા મહાત્મા પુરુષોને “યોગી” કહેવાય છે.
પ્રણિધાનાદિ” પાંચ આશયવાળો યોગ હોય તો તે શુદ્ધયોગ કહેવાય છે. તે મોક્ષહેતુ છે. પરંતુ આ પાંચ આશય વિનાની કરાતી ધર્મક્રિયા તે દ્રવ્યક્રિયા છે. યોગ સ્વરૂપ નથી, માટે જ મુક્તિનો હેતુ બનતી નથી, પુણ્યબંધનો હેતુ, સ્વગદિ સંપત્તિનો હેતુ બને છે. અને જ્ઞાનીઓ તેને તુચ્છક્રિયા કહે છે.
(૧) પ્રણિધાન, (૨) પ્રવૃત્તિ, (૩) વિધ્વજય, (૪) સિદ્ધિ, (૫) વિનિયોગ એમ કુલ પાંચ આશયભેદો છે.
પોતાનાથી ઓછા ગુણવાળા ઉપર દ્વેષ ન કરવો, પરોપકાર કરવાની ભાવના રાખવી, પોતાને જે ધર્મસ્થાન પ્રાપ્ત થયું હોય તેમાં “આ જ મારું કર્તવ્ય છે” એમ ઉપયોગપૂર્વક પ્રવર્તવું તે “પ્રણિધાન” કહેવાય છે !
પ્રાપ્ત ધર્મસ્થાનમાં વધુ વિકાસ કેમ થાય ? તેને ઉદ્દેશી અનેક ઉપાયોમાં વધુ પ્રયત્ન કરવો, જલદી ક્રિયા કેમ પૂર્ણ થાય એવી ઉત્સુક્તા રાખવી નહિ, આવો ઉપયોગપૂર્વકનો વધુ પ્રયત્નવિશેષ તે જ “પ્રવૃત્તિ” કહેવાય છે.
ધર્મના કાર્યોમાં જોડાયા પછી તેમાં નાનાં-મોટાં કોઈ વિઘ્નો-વિક્ષેપો આવે - તેને જીતવા માટેની તૈયારીવાળો જે આત્માનો દઢ પરિણામવિશેષ તે જ જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ જાતનો “વિધ્વજય” કહેવાય છે.
કાંટાવાળો માર્ગ પસાર કરવો દુષ્કર છે. કાંટા વિનાનો માર્ગ પસાર કરવો સુકર છે. તેમ શીત-ઉષ્ણ-સુધાનપપાસાદિ પરિષહોથી પરાભવ પામવા કરતાં તેને યથાશક્તિ સહન કરી અનાકુળપ્રવૃત્તિ કરવી તે કંટકવિધ્વજય” નામનો પ્રથમ જઘન્ય વિજ્ઞજ્ય કહેવાય છે.
/ શ્રી યોગવિંશિક જ ૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org