________________
તાવ” આદિ શારીરિક રોગો ધર્મમાં અંતરાય કરનારા છે. એમ સમજી શરીરમાં રોગો જ ઉત્પન્ન ન થાય તે રીતે પથ્ય, પરિમિત, અને નીરસ જ આહાર કરવો, અને કર્મવશાત્ રોગ થાય તો “આ રોગો મારા કર્મનો જ ઉદય છે. દેહના જ બાધક, આત્મસ્વભાવના ઘાતક નથી, ઈત્યાદિ વિચારી ભાવનાપૂર્વક સ્થિર થવું. તે જવરવિધ્વજય નામનો મધ્યમ વિધ્વજય છે.
ગ્રામાન્તર જતાં થયેલો દિશાઓનો ભ્રમ જેમ રખડાવે છે તે ભ્રમથી જીવો જંગલોમાં અહીં-તહીં ભટકે છે. થાકે છે - તે ભ્રમ કોઈ માર્ગ જાણકાર પાસેથી ટળી જાય છે ત્યારે ઉત્સાહિત થયો છતો યથેચ્છ ગામ ભણી જલદી ચાલે છે. તેમ મિથ્યાત્વમોહના ઉદયથી હેય-ઉપાદેયનો ભ્રમ થવાથી જીવ અધમમાં ધર્મ સમજી રખડે છે. જ્ઞાની ગુરના યોગે યથાર્થ સમજી સમ્યક્ત પામી મોક્ષમાર્ગ તરફ દોડે છે - તે મોહજય અથવા મોહ વિનજયનામનો ત્રીજો ઉત્કૃષ્ટ વિનય કહેવાય છે.
આપણા કરતાં અધિકગુણવાનું પુરુષો પ્રત્યે વિનય-વૈયાવચ્ચ-ભક્તિબહુમાન કરવાપૂર્વકનું આપણાથી હીન ગુણવાળા પુરુષો પ્રત્યે કરુણા, દાન, દુઃખોચ્છેદ કરવાપૂર્વકનું સમાનની સાથે પરસ્પરોપકાર કરવાપૂર્વકનું જે આપણામાં પ્રાપ્ત થયેલું ધર્મસ્થાન તે “સિદ્ધિ” નામનો ચોથો આશય
પ્રાપ્ત થયેલા ધર્મસ્થાનોનો વિવિધ ઉપાયો વડે પરમાં તેનો વિનિયોગ કરવો અને તેમ કરવાથી વારંવાર પરને આપવા વડે પોતાના આત્મામાં દઢતર બને, ભવાન્તરમાં ધર્મપ્રાપ્તિનું અવધ્યકારણ બને - એવું પરને વિષે ધર્મનું દાન, તે “વિનિયોગ” નામનો પાંચમો આશય છે.
પ્રણિધાનાદિ” પાંચ આશયવાળો ધર્મ (યોગ) આ આત્મામાં પુષ્ટિ (પુણ્યબંધ) અને શુદ્ધિ (પૂર્વબદ્ધ કર્મક્ષય) કરાવનારો છે. અને શુદ્ધ એવો આ યોગ ભવોભવમાં ઉત્તરોત્તર વધુ ઉત્કૃષ્ટ યોગ પ્રાપ્તિમાં કારણ છે.
સામાન્યથી આશયભેદવાળો સર્વે પણ ધર્મવ્યવહાર “યોગ” હોવા છતાં જૈન-જૈનેતરશાસ્ત્રોમાં પ્રસિદ્ધ સ્થાનાદિ પાંચ ભેજવાળા યોગને જ વિશેષે કરી યોગ કહેવાયેલ છે. (૧) સ્થાનયોગ, (૨) ઉર્ણયોગ, (૩) અર્થયોગ, (૪) આલંબનયોગ, (૫) નિરાલંબનયોગ
/ શ્રી યોગવિશિકા ૧૩૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org