Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઇષ્ટધર્મકાર્યમાં કાયાને સ્થિર કરવી, તેનાં આસનો સાચવવાં, વધારાનું હલન-ચલન બંધ કરવું તે સ્થાનયોગ । ક્રિયાનાં સૂત્રોના ઉચ્ચારો શુદ્ધ કરવા, તે ઉર્ણયોગ । તે સૂત્રોના અર્થો પણ શુદ્ધ અને સંગત વિચારવા તે અર્થયોગ। ચિત્તને પ્રતિમાદિ ઉત્તમાલંબનમાં સ્થિર કરવું તે આલંબનયોગ । બાહ્યાલંબન વિના જ્ઞાન માત્રમાં જ લીન થઈ જવું તે “નિરાલંબન” યોગ । આ પાંચે યોગો મોક્ષપ્રાપ્તિનું અનંતરકારણ છે માટે મુખ્યયોગ છે.
જૈનેતરદર્શનમાં કહેલાં મ-નિયમ” અદિ યોગનાં આઠ અંગો મોક્ષનાં પરંપરાએ કારણ છે. મોક્ષનું કારણ સ્થાનાદિ અને સ્થાનાદિનું કારણ યમાદિ, માટે ઉપચરિતયોગ છે.
સ્થાનાદિ પાંચ યોગોમાં પ્રથમના બે યોગો ક્રિયાત્મક હોવાથી “કર્મયોગો છે” (અર્થાત્ ક્રિયાયોગ) છે. અને પાછળના ત્રણ ચિંતન-મનનાત્મક હોવાથી “જ્ઞાનયોગો” છે - એમ પાંચ યોગો બે ભાગમાં વહેંચાયેલા છે ।
આ પાંચે પ્રકારનો યોગ દેશચારિત્ર અને સર્વચારિત્રવાળાને જ હોય છે - અને ઇત૨ને (એટલે અપુનર્ગંધક અને અવિરતસમ્યગ્દષ્ટિને) બીજમાત્ર રૂપે હોય છે. એમ નિશ્ચયનય કહે છે. કારણ કે નિશ્ચયનય તત્ત્વગ્રાહી છે । અને વ્યવહારનય ઇતરને (એટલે અપુનર્બંધદિને) પણ યોગ જ કહે છે. કારણ કે તે ઉપચારગ્રાહી છે. કારણભૂત એવું યોગનું બીજ પણ યોગ જ છે. એમ માને છે.
અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા, અને વૃત્તિસંક્ષય, આવા યોગબિંદુમાં કહેલા યોગના બીજી રીતે પાંચ ભેદો પણ ચારિત્રવાને જ હોય છે । (૧) ત્રણે યોગની ઉચિત પ્રવૃત્તિવાળા, દેશ-સર્વ ચારિત્રવાળા મહાત્માઓનું મૈત્રી આદિ ચાર ભાવનાપૂર્વક તત્ત્વચિંતન તે અધ્યાત્મયોગ । (૨) અશુભ ભાવોને રોકવાપૂર્વક આ જ અધ્યાત્મનો વધુ દૃઢતર અભ્યાસ તે ભાવનાયોગ । (૩) મોક્ષાદિ ઉપાદેય ભાવોના વિચારવાળું, વાયુ વિનાના સ્થિર દીપક જેવું, ત્રિપદી આદિ અતિસૂક્ષ્મ ભાવોના ઉપયોગવાળું જે ચિંતન-મનન તે આધ્યાન યોગ । (૪) અનાદિ કાળની અવિદ્યાથી થયેલ ઇષ્ટત્વ-અનિષ્ટત્વ ત્યજી સર્વે પણ શુભ-અશુભ ભાવોને
// શ્રી યોગવિંશિક
૧૩૬ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org