Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 143
________________ અહીં એક વાત સૂક્ષ્મદષ્ટિએ સમજવાની છે કે સિદ્ધ પરમાત્માનું કે સંસારી આત્માનું અરૂપી સ્વરૂપ વિચારીએ તો તે ઉપકારક જરૂર છે પરંતુ પરપ્રત્યયિક છે. તેથી પોતાનામાં જો જોડવામાં ન આવે તો આત્મોપકારક બનતું નથી. માટે હું સિદ્ધ પરમાત્માની તુલ્ય અનંત જ્ઞાનાદિ ગુણવાળો છું. સંસારી સર્વે જીવો નિશ્ચયનયથી જેવા શુદ્ધ સ્વરૂપી છે તેવો જ હું છું-મારે તે સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. ઈત્યાદિ ભાવે પરમાત્માની સાથે તુલ્યપણાના ભાવન વડે સ્વ-આત્માનું જ્ઞાન કરે તે જ નિરાલંબનયોગનો અંશ કહેવાય છે. કારણ કે જેમ સિદ્ધપરમાત્મા અનંતજ્ઞાનાદિગુણોવાળા છે તેમ હું પણ સત્તાથી તેવો જ છું. મને કર્મોનાં આવરણો વળગેલાં છે. જે મારે ત્યજવાં જોઈએ. મારે પુરુષાર્થ ફોરવવો જોઈએ. મને ફરી ફરી આવો અવસર અને ઉત્તમ ભવ નહિ મળે. ઈત્યાદિભાવે આત્મજ્ઞાન કરે તો જ આત્મકલ્યાણ થાય. માટે પરમાત્માનું જ્ઞાન કરી પરમાત્માની સાથે તુલ્યતા વડે આત્માનું જ્ઞાન એ જ નિરાલંબનયોગનો અંશ છે, કારણ કે તેવું આત્મજ્ઞાન જ મોહનો નાશ કરનાર છે. વાસ્તવિક આત્મભાન થાય તો જ આ આત્મા મોહના નાશ તરફ પ્રવૃત્તિ કરે. શાસ્ત્રમાં કહ્યું છે કે - જે આત્મા અરિહંત ભગવંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયો વડે જાણે છે તે જ આત્મા પોતાના આત્માને (તેમના સમાનપણે) જાણે છે અને તેનો જ મોહ નાશ પામે છે.” તેથી રૂપી દ્રવ્ય વિષયક જે ધ્યાન તે સાલંબન છે અને અરૂપીદ્રવ્ય વિષયક જે ધ્યાન તે નિરાલંબન છે એમ નક્કી થયું ! अथ निरालम्बनध्यानस्यैव फलपरम्परामाहः હવે નિરાલંબન ધ્યાનનાં જ ફળોની પરંપરા ગ્રંથકારશ્રી જણાવે છે. एयम्मि मोहसागरतरणं, सेढी य केवलं चेव । તો મનોકાનો, મેપ પરમં ૨ નિવ્વાઇi || ૨૦ || શ્લોકાર્ધ - આ નિરાલંબન ધ્યાન આવે છતે (૧) મોહસાગરને તરવાનું. (૨) ક્ષપકશ્રેણી પૂર્ણ કરવાનું અને (૩) કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનું કાર્ય સિદ્ધ થાય છે. તે (કેવળજ્ઞાન) થવાથી અયોગી અવસ્થાનો યોગ, અને અનુક્રમે પરમ એવું નિવણિપદ પ્રાપ્ત થાય છે. | ૨૦ || 4 શ્રી યોગવિશિમ જ ૧૨૮ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164