Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 141
________________ તથાપિ નિરાલંબન જ ધ્યાન કહેવાય છે. પૂર્વકાલવર્તી કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી આ પણ નિરાલંબન ધ્યાન કહી શકાય છે. પ્રશ્ન : જો વાસ્તવિક નિરાલંબનયોગ ક્ષપકશ્રેણીમાં જ હોય અને પૂર્વ કાલવર્તી અપ્રમત્તગુણઠાણે જિનકલ્પિકાદિ મુનિઓને કારણમાં કાર્યનો ઉપચાર કરીને પૂર્વવર્તી હોવાથી ઔપચારિક નિરાલંબન યોગ કહો તો દૂરતરવર્તી પ્રમત્ત - દેશવિરતિ - અવિરતસમ્યગ્દષ્ટિ જીવોનું પણ પરમાત્માના ગુણોનું ધ્યાન પરંપરાએ વાસ્તવિક સામર્થ્યયોગનું (નિરાલંબન યોગનું) કારણ બને જ છે તો તેને પણ ઉપચાર કરીને અનાલંબનયોગ કહેવો જોઈએ ? આવા પ્રશ્નોને અહીં અવકાશ છે. ઉત્તર ઃ તેનો ઉત્તર આપતાં કહે છે કે ‘“ : વાસ્તવિક ધ્યેયાારપરિખતિશયિોત્'' ક્ષપકશ્રેણીગત જે સામર્થ્યયોગ છે અને અપ્રમત્તગુણસ્થાનકવર્તી જિનકલ્પિકાદિમાં જે ઔપચારિક સામર્થ્ય યોગ (નિરાલંબનયોગ) છે તે બંનેનું ધ્યેય એક જ છે. એટલે કે એક જ ધ્યેયના આકારની પરિણતિની શક્તિનો યોગ હોવાથી તે પણ નિરાલંબન જ છે. ક્ષપકશ્રેણીગત મહાત્માઓ પરતત્ત્વદર્શનની ઇચ્છા સેવે છે અરૂપી એવા સિદ્ધપ૨માત્માના સ્વરૂપને જેવું વિચારે છે તે જ ઇચ્છા અને તે જ સ્વરૂપનો વિચાર અપ્રમત્ત એવા જિનકલ્પિકાદિમાં પણ હોય છે. અપ્રમત્તગુણઠાણે આ વિચારો દૃઢ હોય છે અને ક્ષપકશ્રેણીમાં આ જ વિચારો દૃઢતર હોય છે. પરંતુ એક જ વિષયની પરિણતિની શક્તિ હોવાથી ત્યાં કારણમાં કાર્યનો ઉપચાર થાય છે. પ્રમત્ત-દેશવિરતિ આદિ દૂરતરવર્તી ગુણસ્થાનકોમાં આવો વિશિષ્ટ ધ્યાનયોગ નહિ હોવાથી ત્યાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને પણ અનાલંબન યોગ કહેવાતો નથી. તેથી જ અપ્રમત્તગુણસ્થાનકવર્તી મહામુનિઓને શુકલધ્યાનનો અંશ હોય છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. અતિદૂરતરવર્તી કારણોમાં કાર્યનો ઉપચાર થતો નથી. अत एवावस्थात्रयभावने रूपातीतसिद्धगुणप्रणिधानवेलायामप्रमत्तानां शुक्लध्यानांशो निरालम्बनोऽ नुभवसिद्ध एव । संसार्यात्मनोऽपि च व्यवहारनयसिद्धमौपाधिकं ।। શ્રી યોગવિંશિકા ૨ ૧૨૬ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164