Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(૨) “યોગનો નિરોધ” તે ધ્યાનનું બીજું લક્ષણ છે. તેના સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી અને વ્યચ્છિન્નક્રિયા અપ્રતિપાતી એમ બે ભેદ છે. આ બંને ભેદો તેરમાના છેડે યોગનિરોધકાળે અને ચૌદમે ગુણઠાણે આવે છે.
ઉપરોક્ત બે લક્ષણો પૈકી ગમે તે એક યોગની પરિણિત તે જ ધ્યાનનું લક્ષણ છે. આવર્જિતકરણથી અક્તિન કેવલી ભગવન્તોને ઉપરોક્ત બંને ધ્યાનનાં લક્ષણો લાગુ પડતાં ન હોવાથી હવે સાલંબન કે નિરાલંબનયોગ હોતો નથી પરંતુ કેવળ ધ્યાનાન્તરિકા દશા જ હોય છે. એમ સિદ્ધ થયું. મહાભાષ્યકારે (પણ) કહ્યું છે કે વિશેષ્યાવશ્યકભાષ્ય કે જે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ બનાવેલ છે તેને મહાભાષ્ય કહેવાય છે. તે ભાષ્યની ગાથા ૩૦૭૧માં કહ્યું છે કે ઃ
(કેવળજ્ઞાનની પ્રાપ્તિના પૂર્વકાલે) અતિદૃઢપણે પ્રવર્તાવેલો જે યોગવ્યાપાર, અથવા (કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી અંતે) વિદ્યમાન એવો કરણત્રયનો જે નિરોધ, તે બંનેને ધ્યાન કહેવાય છે. પરંતુ ચિત્તનિરોધમાત્રને ધ્યાન કહેવાતું નથી. ॥ ૩૦૭૧ ॥
सुदढप्पवत्तवावारणं, णिरोहो व विजमाणाण | झाणं करणाण मयं, ण उ चित्तणिरोहमित्तांग || (વિશેષાવશ્યમહામાણ્ય - ૨૦૭૧)
સારાંશ કે કેવલીભગવન્તોને કેવળજ્ઞાનની પ્રાપ્તિથી આરંભીને
આવર્જિતક૨ણના પૂર્વકાળ સુધીમાં યોગનાં ઉભય લક્ષણોમાંથી એક પણ લક્ષણ ન હોવાથી ધ્યાન હોતું નથી. પરંતુ ધ્યાનાન્તરિકા દશા માત્ર જ હોય છે.
“स्यादेतत्” = यदि क्षपकश्रेणीद्वितीयापूर्वकरणभावी सामर्थ्ययोग एवानालम्बनयोग ग्रंथकृताऽभिहितस्तदा तदप्राप्तिमतामप्रमत्तगुणस्थानानामुपरतसकलविकल्पकल्लोल मालानां चिन्मात्रप्रतिबन्धोपलब्धरत्नत्रयसाम्राज्यानां जिनकल्पिकादीनामपि निरालम्बनध्यानमसंगताभिधानं स्यादिति ?
यद्यपि तत्त्वतः परतत्त्वलक्ष्यवेधाभिमुखस्तदविसंवादी सामर्थ्ययोग एव निरालम्बनस्तथापि परतत्त्वलक्ष्यवेध-प्रगुणता परिणतिमात्रादर्वाक्तनं परमात्मगुण ध्यानमपि मुख्यनिरालम्बन-प्रापकत्वादेकध्येयाकारपरिणतिशक्तियोगाच्च निरालम्बनमेव ||
॥ શ્રી યોગવિંશિકા * ૧૨૪
मैवं
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org