Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જાણવું. (૫) પરતત્ત્વની પ્રાપ્તિ તે લક્ષ્યવેધ ! () ધ્યાનાન્તરિકા એ બાણમોચન-ઇષપાત ! આ પ્રમાણે ઉપનય સમજવો.
ભાવાર્થ આ પ્રમાણે છે - જેમ કોઈ કુશળ ધનુર્ધર ધનુષદંડ ઉપર બરોબર લક્ષ્ય વીંધાય તે રીતે અવિસંવાદિપણે બાણ ગોઠવે છે અને પરિપૂર્ણ સંજોગ દેખાતાં બાણ છોડે છે તેના વડે લક્ષ્યવીંધે છે. ઈષપાત અને લક્ષ્યવેધ થતાં જ તે કાર્યથી વિરામ પામે છે. તેવી રીતે ક્ષપક આત્મા ક્ષપકશ્રેણીમાં પરતત્ત્વ પ્રાપ્ત કરવા માટે તેને અભિમુખ અવિસંવાદિપણે અનાલંબન યોગ ગોઠવે છે. જ્યાં સુધી પરતત્ત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અનાલંબન યોગનો વ્યાપાર ચાલે છે. જ્યારે ધ્યાનાન્તરિકાદશાની પ્રાપ્તિરૂપ બાણમોચન થાય છે. તે જ વખતે અવિસંવાદિ એવા ઈષપાતમાત્રથી જ લક્ષ્યવેધ = પરતત્ત્વની પ્રાપ્તિ થાય છે.
જેમ ઈષપાત લક્ષ્યવેધસ્વરૂપ ફળને આપનાર છે તેમ ધ્યાનાન્તરિકા એ સાલમ્બન એવા કેવળજ્ઞાનના પ્રકાશરૂપ ફળને આપનાર છે. જ્યારે કેવળજ્ઞાનનો પ્રકાશ થાય છે ત્યારે આત્માનું પરમતત્ત્વનું દર્શન થવું એ તેનું આલંબન છે. પરંતુ હવે અનાલંબનયોગ હોતો નથી. જે પરમાત્મતત્ત્વના દર્શનરૂપ ફળ પ્રાપ્ત કરવું હતું તે સિદ્ધ થઈ ચૂક્યું છે માટે દિદક્ષાથી વિરામ પામે છે !
तत्राऽप्रतिष्ठितोऽयं,यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । સર્વોત્તમનુન: વસ્તુ, તેના નાસ્વની ત: || ષોડ. - //. द्रागस्मात्तद्दर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयम् ।
પતઈ વેવાં તત્વ, જ્ઞાન યત્તત્વ ન્યોતિઃ | ષોડ. ૧૧-૧૦ ||
જ્યારથી (ક્ષપકશ્રેણીના ૮ / ૯ મા ગુણસ્થાનકથી) આ આત્મા તાત્ત્વિક રીતે પ્રવર્યો છે પરંતુ હજુ જ્યાં સુધી ત્યાં (પરમાત્મદર્શનમાં) પ્રતિષ્ઠિત થયો નથી અથતિ પહોંચ્યો નથી ત્યાં સુધી (એટલે કે ક્ષપકશ્રેણીના ૮-૯૦-૧૦-૧૨ ગુણસ્થાનકોમાં) આ અનાલંબનયોગ હોય છે. તે અનાલંબનયોગ કેવો છે? કે જેની પાછળ સર્વોત્તમ એવો (અયોગગુણસ્થાનકભાવી) યોગ નક્કી થવાનો છે. | ૯ |
શ્રી યોગવિંશિક ૧૨૦ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org