Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
એવા પરમાત્મતત્ત્વ વિશે પણ સંગ વિનાની એવી પ્રબળ ઉત્કંઠા વર્તે છે. | ઇચ્છા - ઉત્કંઠા - આશંસા વગેરે શબ્દપ્રયોગો પણ વસ્તુતત્ત્વને સમજાવવા પૂરતા છે. હકીકતથી મોહ ક્ષીણ થતો હોવાથી અનાસક્તિ ભાવ જ વૃદ્ધિ પામતો જાય છે. વળી તે આત્મસ્વરૂપને જોવાની ઈચ્છા કેવી છે ?
વિચ્છિન્નપ્રવૃજ્યા- ક્યા = સતત પ્રવૃત્તિથી પરિપૂર્ણ કારણ કે જીવ જ્યારથી સમ્યકત્વ પામ્યો ત્યારથી જ તેને આત્મતત્વનું પરમસ્વરૂપ જોવાની ઈચ્છા વર્તે છે. પરંતુ તે વખતે મોહની પ્રબળતા હોવાથી કયારેક દિક્ષાનું બળ વધે અને ક્યારેક મોહનું જોર વધે. એટલે સતત પ્રવૃત્તિ હોતી નથી. પરંતુ ગુણસ્થાનકોમાં ઉપર આરોહણ કરતાં મોહ મંદ બનતાં ક્ષપકશ્રેણી જેવા ઊંચાસ્થાનમાં આ દિદક્ષા પ્રબળ બને છે અને તેથી સતત તેમાં જ પ્રવૃત્તિ કરે છે. જે બારમા ગુણઠાણે પર્યવસાન પામે છે. આવી નિરભિમ્પંગ (આસક્તિ વિનાની) અને સતત પ્રવૃત્તિથી પરિપૂર્ણ એવી જે પરમાત્મતત્ત્વ જોવાની દિદક્ષા એ જ સામર્થ્યયોગ અથતુ અનાલંબનયોગ છે જે આઠમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી ક્ષપકશ્રેણીમાં હોય છેજ્યાં સુધી પરાત્મતત્ત્વનું દર્શન થતું નથી (એટલે કે ઉપલંભ થતો નથી) ત્યાં સુધી જ આ યોગ હોય છે. પરંતુ જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે પરમ આત્મતત્ત્વ સાક્ષાત દેખાતે છતે દિક્ષા હોતી નથી. તેથી અનાલંબનયોગ પણ હોતો નથી. કારણ કે જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી જ દિદક્ષા હોય છે. જ્યારે દર્શન પ્રગટ થાય છે ત્યારે તે દર્શન જ કેવળજ્ઞાનનો વિષય (આલંબન) બને છે !
“સત્તધ્ધરતત્ત્વ” = જે આત્માએ આ પરતત્ત્વ હજુ પ્રાપ્ત નથી કર્યું. પરંતુ પરતત્ત્વની દિદક્ષા વર્તે છે. અને તે પણ આસંગ વિનાની અને સતત પ્રવૃત્તિસ્વરૂપ દિક્ષા હોય છે. ક્ષપકશ્રેણીમાં આવી દિક્ષાવાળો, જેણે પરતત્ત્વ પ્રાપ્ત નથી કર્યું એવો આત્મા તે પરતત્ત્વ મેળવવા માટે ધ્યાનરૂપે જે પ્રવૃત્તિ કરે તે અનાલંબનયોગ કહેવાય છે. આ પ્રસંગ દષ્ટાન્તથી સમજાવે છે. (૧) ક્ષપકશ્રેણીમાં રહેલો આત્મા તે ધનુધર સમજવો. . (૨) ક્ષપકશ્રેણી એ ધનુષનો દંડ સમજવો ! (૩) પ્રાપ્ત કરવાલાયક પરતત્ત્વ એ લક્ષ્ય સમજવું. (૪) અનાલંબનયોગ એ બાણ
0 શ્રી યોગવિશિા જ ૧૧૯ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org