________________
પરમ યોગ (પ્રધાન એવો આ યોગ) સાલંબન અને નિરાલંબન એમ બે પ્રકારનો છે. સમવસરણમાં બિરાજમાન એવા જિનેશ્વરના રૂપનું જે ધ્યાન તે આદ્ય= પ્રથમ=સાલંબનયોગ સમજવો. અને તેમના તત્ત્વને (અરૂપી એવા કેવળજ્ઞાનાદિ ગુણોને) અનુસરનારું જ ધ્યાન તે બીજો અનાલંબન યોગ સમજવો” (ષોડશક ૧૪-૧) |
સાલંબનયોગ એટલે ચક્ષુ આદિ બાહ્ય ઇન્દ્રિયોના જ્ઞાનના વિષયભૂત એવી પ્રતિમાદિની સાથે જે વ્યંજન તે સાલંબનયોગ કહેવાય છે. જેમાં ઈન્દ્રિયોના વિષયભૂત પ્રતિમાદિ સ્પષ્ટ દેખાય છે, ઇન્દ્રિયોની સાથે એકાકારતા થાય છે તે સાલંબનયોગ જાણવો જે ઈન્દ્રિયોના વિષયભાવની આપત્તિરૂપથી નિષ્કાન્ત છે તે અનાલંબનયોગ જાણવો. એટલે કે જેમાં ઈન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયોથી જે જોઈ જાણી શકાતું નથી કેવળ છબસ્થાત્માઓ વડે મનથી ધ્યાન કરાય છે પરંતુ સ્વરૂપે ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકતું નથી. તેવા સિદ્ધપરમાત્માના સ્વરૂપના વિષયવાળો જે યોગ તે અનાલંબનયોગ જાણવો |
સાર એ છે કે નિરૂપ0" = એટલે કે સમવસરણમાં બિરાજમાન એવા જિનેશ્વરભગવંતની પ્રતિમાદિના વિષયનું જે ધ્યાન તે ખરેખર આદ્ય એટલે કે પ્રથમ સોલંબનયોગ કહેવાય છે. અને તે જ જિનેશ્વરપ્રભુના તત્ત્વનો વિચાર એટલે કે તેમના આત્મામાં ફક્ત જે અરૂપી એવા જીવપ્રદેશોના સમુહાત્મક જે સ્વરૂપ છે એટલે કે તેમાં કેવળજ્ઞાનાદિગુણમય સ્વભાવ છે. તે અરૂપી વિષયમાં વર્તનારું જે ધ્યાન તે તત્તત્ત્વ : = તેમના (જિનેશ્વરના) તત્ત્વના વિષયવાળો બીજો યોગ અનાલંબનયોગ છે કે
અહીં ષોડશકના મૂળ શ્લોકમાં લખેલો તુ શબ્દ પવાર અર્થમાં છે. તે જિનેશ્વરના અરૂપી તત્ત્વનું એ ધ્યાન તે જ અનાલંબન બીજો યોગ જાણવો |
આ ધ્યાનમાં જે અરૂપીતત્ત્વ વિચારાય છે તે ઇન્દ્રિયો દ્વારા ઘટપટની જેમ ફુટવિષયવાળું ન હોવાથી અનાલંબનપણે કહેલું છે. જોકે અનાલંબનયોગમાં અરૂપી તત્ત્વનું આલંબન છે જ. પરંતુ તે ઇષ(અલ્પ) હોવાથી અનાલંબન છે એમ યોગવિંશિકામાં કહ્યું છે. અને ઇન્દ્રિયગોચરની
A શ્રી યોગવિશા જ ૧૧૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org