________________
સમવસરણમાં બિરાજમાન જિન સ્વરૂપ (અર્થાત્ વીતરાગતામય) એવી તે જિનેશ્વરની પ્રતિમાદિ રૂપ જે આલંબન તે રૂપી આલંબન જાણવું. અથતુ સમવસરણમાં રહેલા વીતરાગસ્વરૂપ જિનેશ્વર પરમાત્માને (એટલે કે તેમની વીતરાગાવસ્થાવાળી આકૃતિને) સાક્ષાત્ જોવી તે રૂપી આલંબન. અહીં ટીકામાં “પ્રતિ”િ શબ્દ છે. ત્યાં આદિ શબ્દથી એવો અર્થ જાણવો કે જે આત્માએ પ્રથમ વીતરાગપ્રભુને સાક્ષાત્ જોયા છે. પછી કાળાન્તરે માત્ર સ્મરણથી સમવસરણસ્થ અને જિનસ્વરૂપ એવી જિનેશ્વરની પ્રતિમાને યાદ કરી તેનું આલંબન લે તે પણ રૂપી આલંબન જાણવું ! - ૨ એટલે વળી અરૂપી આલંબન આ પ્રમાણે જાણવું. પરમ એવો. જે આત્મા તે સર્વ કર્મરહિત સિદ્ધપરમાત્મા તેમનું આલંબન લઈને જે યોગમાં વર્તે તે અરૂપીનું આલંબન કહેવાય. એમ આલંબન રૂપી અરૂપી વિષયક હોવાથી દ્વિભેદ જાણવું !
તત્ર ત = ત્યાં = બે પ્રકારના આલંબનમાં જે બીજા નંબરનું અરૂપી આલંબન છે તેનું સ્વરૂપ જણાવે છે કે અરૂપી એવા સિદ્ધપરમાત્માસ્વરૂપ જે આલંબન તેઓના કેવળજ્ઞાનાદિ જે ગુણો છે તે ગુણોની જે પરિણતિ એટલે સિદ્ધપરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોનું સ્વરૂપ વિચારતાં વિચારતાં તેની સાથે જે એકમેકતા = એકરૂપતા તે તાપપરિતિરૂપ અનાલંબનયોગ સમજવો / પ્રથમ શ્રુતજ્ઞાનના આધારે અરૂપી એવા સિદ્ધપરમાત્માના ગુણોનું ચિંતન કરે છે. તેનો અભ્યાસ સતત વૃદ્ધિ પામતાં જ્યારે આત્મા તેના ધ્યાનમાં એકાકાર બની જાય, તેની સાથે સમાપત્તિ = એકલીનતા પ્રાપ્ત કરે ત્યારે તે અરૂપીના આલંબનના વિષયવાળો જે યોગ તે અનાલંબનયોગ કહેવાય છે. આ યોગ સૂક્ષ્મ છે અને અતીન્દ્રિય હોવાથી અનાલંબન કહેવાય છે. અર્થાત્ સમવસરણસ્થ જિનપ્રતિમાનું દર્શન તે સ્થૂલ છે અને ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી ગોચર છે. માટે રૂપીવિષયક આલંબનયોગ સ્થલ અને ઇન્દ્રિગોચર હોય છે કિન્તુ સિદ્ધપરમાત્માના સ્વરૂપ સંબંધી અરૂપી-વિષયક યોગ અંતર પરિણતિ રૂપ હોવાથી સમાપત્તિસ્વરૂપ હોવાથી સૂક્ષ્મ છે. અને અતીન્દ્રિયવિષક હોવાથી અરૂપી આલંબન હોવા છતાં તે યત્કિંચિત્ હોવાથી અનાલંબનયોગ કહેવાય છે.
It શ્રી યોગવિંચિત ક. ૧૧૩ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org