Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
આ ષોડશકના મૂળ શ્લોકમાં “તત્તવાવેઘાત” શબ્દ છે. તેનો અર્થ એવો જાણવો કે આ (અસંગાનુષ્ઠાન) તે (વચનાનુષ્ઠાનના) સંસ્કારથી થાય છે. વેદ એટલે સંસ્કાર ! ઘટ બનાવતી વખતે દંડના સંયોગથી દંડનો સંયોગ હોય ત્યાં સુધી તો ચક્રભ્રમણ થાય છે. પરંતુ દંડ લઈ લીધા પછી પણ તેના ઉત્તરકાળે પૂર્વભ્રમણથી ઉત્પન્ન થયેલા ભ્રમણના સંસ્કારથી દંડ વિના પણ ચક્ર ભ્રમણ થાય છે. અર્થાત્ આદ્ય ચક્રભ્રમણ દંડવ્યાપારથી થાય છે અને ઉત્તર (બીજું) ચક્રભ્રમણ તે ભ્રમણથી ઉત્પન્ન થયેલ સંસ્કારમાત્રથી જ થાય છે. તેની જેમ ભિક્ષાટનાદિવિષયક ધમનુષ્ઠાન પ્રથમ જે હતાં તે વચનાનુષ્ઠાનના વ્યાપારથી હતાં અથતું તેના આલંબનથી હતાં. અને હવે અસંગાનુષ્ઠાન કાળે ભિક્ષાટનાદિ ધમનુષ્ઠાનો ફક્ત પૂર્વે વારંવાર અનુભવેલા અનુષ્ઠાનોથી ઉત્પન્ન થયેલા સંસ્કારથી સહજપણે પ્રવર્તે છે. આટલી આ બંને અનુષ્ઠાનોમાં વિશેષતા છે
ષોડશકમાં કહ્યું છે કે : -
“આદ્ય ચક્રભ્રમણ દંડથી થાય છે. અને તેની પછીનું ચક્રભ્રમણ દંડના અભાવમાં થાય છે. આ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને જણાવનારું આ દ્રષ્ટાંત જાણવું . (ષોડશક, ૧૦-૮).
તુ” તિ નિશ્ચયે | “તેથ્વનુદાનમેષ “gs:' - તઃ समीपतरवृत्तिवाचकत्वात्समीपाभिहितासङ्गानुष्ठानात्मा चरमो योगोऽनालम्बनयोगो भवति, सङ्गत्यागस्यैवानालम्बन-लक्षणत्वादिति भावः ।। १८ ॥
મૂળ શ્લોકમાં કહેલો “વસુ” શબ્દ અવ્યય હોવાથી નિશ્ચય અર્થમાં છે. (ઉપરોકત પ્રીત્યાદિ ચાર ભેદોવાળું જ અનુષ્ઠાન છે).
તથા અનુષ્ઠાનના પ્રત્યાદિ આ ચાર ભેદોમાં “Vg:” એટલે ગુજરાતીમાં “આ” તત્ શબ્દ સમીપમાં રહેલી વસ્તુનો જ વાચક હોવાથી “આ” એટલે છેલ્લેથી તદ્દન નજીકનું એવું જે અનુષ્ઠાન એટલે કે અસંગાનુષ્ઠાન, તે જ (સ્થાનાદિ પાંચ યોગોમાં) ચરમ યોગ = અર્થાત્ અનાલંબન યોગ કહેલો છે. અર્થાત્ અસંગાનુષ્ઠાન એ જ અનાલંબનયોગસ્વરૂપ છે. કારણ કે સંગનો ત્યાગ એ જ અનાલંબનનું લક્ષણ છે. आलम्बनविधयैवानालम्बनस्वरूपमुपदर्शयन्नाह :
0 થી યોગવિશિા જ ૧૧૧ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org