________________
यत्त्वभ्यासातिशयात्, सात्मीभूतमिव चेष्टयते सद्भिः ।
तदसङ्गानुष्ठानं, भवति त्वेतत्तदावेधात् ।। षो. १०-७ ॥ "तदावेधात्" = यथाद्यं चक्रभ्रमणं दण्डव्यापारादुत्तरं च तजनितकेवलसंस्कारादेव, तथा भिक्षाटनादिविषयं वचनानुष्ठानं, वचनव्यापाराद्, असंगानुष्ठानं च केवलतज्जनितसंस्कारादिति विशेषः, आह च -
चक्रभ्रमणं दण्डात्तदभावे, चैव यत्परं भवति ।। वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ।। षो. १०- ८ इति ।।
વ્યવહારકાલે ક્રિયાપ્રવૃત્તિકાલે) શાસ્ત્રોનાં વચનોની પરવશતાથી નિરપેક્ષ, અત્યંત દઢતર સંસ્કારના બળથી જ ચંદનગત્પન્યાય વડે પોતાને આત્મસાત્ થયેલું, જિનકલ્પિકાદિ મુનિઓનું જે ક્રિયાસેવન તે અસંગાનુષ્ઠાન કહેવાય છે | વચનાનુષ્ઠાન કાલે શાસ્ત્રોનાં વચનોનું પ્રતિસંધાન (અનુસરવાપણું) હતું અને તેનાથી શાસ્ત્રવચનો પ્રત્યે અત્યંત રાગ હતો. તે રાગપૂર્વકનાં શાસ્ત્રવચનોને અનુસરવાથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ હતી. પરંતુ જ્યારે આત્મા અસંગાનુષ્ઠાનવાળો બને છે ત્યારે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ હોય છે. પરંતુ અસંગદશા હોવાથી કોઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઉપર સંગ હોતો નથી. તેથી ભગવાનનાં વચનોનો પણ સંગ હોતો નથી. તેથી શાસ્ત્રવચનના પ્રતિસંધાનથી નિરપેક્ષ અનુષ્ઠાન હોય છે. તેમનું ચિત્ત સહજપણે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિવાળું બને છે.
વળી પૂર્વના અનુષ્ઠાનોના સતત આચરણ વડે, અને વારંવાર તેમના સ્મરણ વડે આ ધમનુષ્ઠાનો દઢતર સંસ્કારવાળાં બની જાય છે. તેથી ચંદન જેમ સહજ સુગંધિત છે તેની જેમ (અર્થાત્ તે ન્યાયે) આ આત્માઓને ધમનુષ્ઠાન આત્મસાતું બની જાય છે. આવું ઉત્તમાનુષ્ઠાન જિનકલ્પિકાદિ મહામુનિઓને હોય છે. તે મહાત્માઓનું જે ક્રિયાનું આસેવન તે અસંગાનુષ્ઠાન કહેવાય છે કે ષોડશકની સાક્ષી આપે છે :
“વળી જે અભ્યાસના અતિશયથી સાત્મીભૂત (આત્મસાક્ષાત્કાર) થયેલાની જેમ સાધુપુરુષો વડે જે ચેષ્ટા કરાય છે તે અસંગાનુષ્ઠાન કહેવાય છે આ અસંગાનુષ્ઠાન તે (પૂર્વના અનુષ્ઠાનો)ના સંસ્કારથી આવે છે.
(ષો. ૧૭) શી રોગવિંશિક છે ૧૧૦ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org