Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
આ વાતની પુષ્ટિ અર્થે “ષોડશક”ની સાક્ષી આપે છે કે -
“ક્રિયા વડે (બાહ્યાચાર વડે) ઈતરાનુષ્ઠાન (પ્રીત્યનુષ્ઠાન)ની સાથે જે અનુષ્ઠાન તુલ્ય છે છતાં જે અનુષ્ઠાન પ્રત્યે (પૂજ્યભાવ સ્વરૂપે) બહુમાન વિશેષ હોવાથી વધારે વિશુદ્ધતર યોગવાળું એવું બુદ્ધિમંત આત્માનું જે અનુષ્ઠાન તે ભજ્યનુષ્ઠાન કહેવાય છે. (ષોડશક; ૧૦-૪).
પ્રીત્યનુષ્ઠાનમાં બોધ સામાન્ય હોય છે. તેથી અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ જન્મે છે. પરંતુ વિશિષ્ટ ભક્તિભાવ જન્મતો નથી. જ્યારે ધર્મગુરુ આદિના યોગથી તેમાં બોધ વિશેષ-વિશેષ વધતો જાય છે. “આ જ તારક છે” એવો ભાવ સમજાતો જાય છે ત્યારે તેના પ્રત્યે “પૂજ્યભાવ = ભક્તિનો ભાવ” જન્મે છે તેથી બંને અનુષ્ઠાનો બાહ્ય આચરણથી તુલ્ય દેખાવા છતાં અંતરંગ આત્મપરિણામથી ભિન્ન હોય છે. પ્રીત્યનુષ્ઠાન કરતાં ભજ્યનુષ્ઠાન વધારે ને વધારે વિશુદ્ધતર અંતરંગ પરિણતિવાળું હોય છે. લગભગ વચનાનુષ્ઠાનની આસન્નભૂમિકાવાળું થતું જાય છે !
ચાયભાષામાં આ બંને અનુષ્ઠાનોનો અર્થ સમજાવે છે કે - પ્રીતિત્વ અને ભક્તિત્વ આ બંને ઘટત્વ-પટત્વની જેમ જાતિવિશેષ છે.
संतोष्यकृत्यकर्तव्यताज्ञानजनितहर्षत्वम् प्रीतित्वम् तथा
पूज्यकृत्यकर्तव्यताज्ञानजनितहर्षत्वम् भक्तित्वम् - તે બનેપંક્તિનો અર્થ આ પ્રમાણે છે સ્ત્રી-પરિવાર-નોકર-વગેરે સંતોષ્ય કહેવાય છે. જેઓને વસ્ત્ર-આહાર-ધન આદિ આપવા વડે સંતોષ ઉત્પન્ન કરવાનો છે. પોષવાનાં છે. તેઓ સંતોષ્ય કહેવાય છે. તેવા સંતોષ્ય પત્ની આદિને વસ્ત્રાદિ આપવું તે કૃત્ય છે. તે કૃત્ય જ્યારે આત્મા કરે છે ત્યારે તે કૃત્યની કર્તવ્યતાનું જ્ઞાન થવાથી પોતાના હૈયામાં જે હર્ષવિશેષ જન્મે છે તેને પ્રીતિત્વ કહેવાય છે. સંતોષ આપવા લાયક સ્ત્રી-પુત્રાદિને વસ્ત્રાદિના દાનરૂપ કૃત્યની કર્તવ્યતા જણાવાથી જે હર્ષ થાય છે તે પ્રીતિત્વજાતિ સમજવી |
માતા-પિતા-ધર્મગુરુ-દાદા-દાદી આદિ વડીલ પરિવાર તે પૂજય કહેવાય છે. જેઓએ આપણા ઉશ્કેરણમાં અનેકવિધ દુઃખો સહ્યાં છે તે પૂજ્ય ગણાય છે. તેવી પૂજ્ય વ્યક્તિઓ વસ્ત્રાદિ વડે પૂજનીય છે. તેવી પૂજ્ય વ્યક્તિઓની ભક્તિ કરવારૂપ જે કૃત્ય તે જેમ જેમ કરીએ તેમ
/ શ્રી યોગવિંશિક ૧૦૮ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org