Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તે આ શ્લોકમાં સમજાવે છે. આ સદનુષ્ઠાન પ્રીતિ-ભક્તિ અને આગમને અનુસરે જે તે પ્રીતિ-ભક્તિ-આગમાનુગ અનુષ્ઠાન કહેવાય છે. અર્થાત્ પ્રીતિને અનુસરનારું જે અનુષ્ઠાન તે પ્રીત્યનુષ્ઠાન । ભક્તિને અનુસરનારું જે અનુષ્ઠાન તે ભકત્યનુષ્ઠાન । અને આગમને અનુસરનારું જે અનુષ્ઠાન તે આગમાનુષ્ઠાન જાણવું આ પ્રમાણે આ ત્રણ ભેદો સમજવા । તથા અસંગતાથી યુક્ત એવું જે અનુષ્ઠાન તે અસંગાનુષ્ઠાન ચોથું જાણવું । (૧) પ્રીત્યનુષ્ઠાન (૨) ભક્તનુષ્ઠાન, (૩) વચનાનુષ્ઠાન, (૪) અસંગાનુષ્ઠાન. આ ચારે અનુષ્ઠાનભેદોનું સ્વરૂપ આ પ્રમાણે છે ઃ
“જે અનુષ્ઠાનમાં (૧) અતિશય પ્રયત્નવિશેષ કરાતો હોય, (૨) અતિશય પ્રીતિવિશેષ થતી હોય, (૩) શેષકાર્યો ત્યજીને પણ જે કરાતું હોય તે પ્રીત્યનુષ્ઠાન.
જે આત્માને સંસાર નિર્ગુણ ભાસે છે તેને જ આત્માની ભવાતીત અવસ્થા પ્રત્યે અને તેના ઉપાયભૂત ધર્માનુષ્ઠાનો પ્રત્યે રુચિ પ્રાપ્ત થાય છે. સંસારસુખો કદર્શનારૂપ છે. શરીર-કર્મ-પરિવાર એ બંધનરૂપ છે. ઇષ્ટાનિષ્ટના સંયોગ-વિયોગમાં ક્લેશનાં જ કારણો છે. તેથી આ સર્વબંધનોથી રહિત આત્માની નિર્મળ અવસ્થા જ પ્રાપ્તવ્ય છે. તેથી તેના ઉપાયભૂત ધર્માનુષ્ઠાનોમાં સૌથી વધુ પ્રયત્ન વિશેષ આ જીવ પ્રથમ કરે છે. તેનાથી જેમ જેમ સંસારનો રાગ ઘટતો જાય અને મોક્ષનો રાગ વધતો જાય તેમ તેમ તેના ઉપાયો પ્રત્યે આદર-પ્રીતિ-બહુમાન વધતું જાય છે. એટલે “પરમ પ્રીતિ” ઉત્પન્ન થાય છે ! પરમપ્રીતિ થવાથી સંસારનાં બીજાં કામો ત્યજી ત્યજી જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે દોડી દોડી આ ધર્માનુષ્ઠાનોમાં જોડાઈ જાય છે. । જેમ કોઈ તમાશો- નાટક-કે સરકસ જોવામાં રાગ હોવાથી બીજું છોડીને ત્યાં દોડી જાય છે તેમ ધર્મકાર્યોમાં આત્મા ઓતપ્રોત-એકમેક બને છે. તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે.
આ વાતની પુષ્ટિ અર્થે “ષોડશક”જીની સાક્ષી આપે છે.
“જ્યાં પરમ આદર છે. કર્તાના હિતને આપનારી પરમપ્રીતિ છે અને બીજું કાર્ય ત્યજીને જે કાર્ય કરાય છે તે પ્રીત્યનુષ્ઠાન જાણવું.”
(ષોડ.૧૦-૩)
Jain Education International
॥ શ્રી યોગવિંશિક ૭ ૧૦૬ |
For Private & Personal Use Only
www.jainelibrary.org