Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
विहितान्यथाकरणादशुद्धपारम्पर्यप्रवृत्त्या सूत्रक्रियाया विनाशः, “स' = एषः તીર્થોચ્છેદ્રઃ || न हि तीर्थनाम्ना जनसमुदाय एव तीर्थम्, आज्ञारहितस्य तस्यास्थिसंघातरूपत्वप्रतिपादनात्, किन्तु सूत्रविहितयथोचितक्रियाविशिष्ट साधुसाध्वीश्रावकश्राविकासमुदायः, तथा चाविधिकरणे सूत्रक्रियाविनाशात् परमार्थतस्तीर्थविनाश एवेति तीर्थोच्छेदालम्बनेनाविधिस्थापने लाभमिच्छतो મૂક્ષતિરીયાતેયર્થઃ | 9 ||
અહિ અવિધિએ ધર્માનુષ્ઠાન કરનારા જીવો બે પ્રકારના છે. (૧) વિધિ સાપેક્ષ અને (૨) વિધિનિરપેક્ષ. . ત્યાં જે મહાત્માઓને આ ધર્મ ગમ્યો છે - રુચ્યો છે. તીર્થંકારાદિ પ્રત્યે, તેમના શાસન પ્રત્યે અનન્યરાગ છે. બહુમાન છે તેમના શાસ્ત્રમાં કહ્યા મુજબ વિધિપૂર્વક ધમનુષ્ઠાન કરવાની ઉત્કટ ભાવના છે. પરંતુ શરીરબળ, સંઘયણબળ, સંયોગબળ સાનુકૂળ ન હોવાથી વિધિપૂર્વક ધમનુષ્ઠાન થઈ શકતું નથી. અવિધિ-અતિચાર થઈ જાય છે. તથા તેની શુદ્ધિ કરવાની તાલાવેલી છે. એવા જીવો વિધિસાપેક્ષ અવિધિકર્તક કહેવાય છે. આવા જીવો અવિધિએ ધમનુષ્ઠાન કરે તોપણ સદ્દગુરૂ પ્રાપ્ત થતાં, વિધિ સમજાતાં, શારીરિક બળ સાનુકૂળ થતાં વિધિમાર્ગમાં આવી જાય છે. તથા અવિધિની પરંપરા ચલાવતા નથી. પોતે અવિધિ આચરતા છતા બીજાને અવિધિનો ઉપદેશ આપતા નથી. મૂળસૂત્ર-અર્થ અને તેની પરંપરા જાળવી રાખે છે, તેનો ઉચ્છેદ થવા દેતા નથી. તેથી તે યોગ્ય છે. પરંતુ જે જીવો અવિધિએ ધમનુષ્ઠાન કરે છે. વિધિને ઉત્થાપે છે. સુત્ર-અર્થને મરડીને પણ પોતાની અવિધિને વિધિ બતાવે છે. ચાલતી પ્રણાલિકાનો ઉચ્છેદ કરે છે જે જીવો કંઈ નથી કરતા તેનાથી તો અમે સારા છીએ. એમ કહી માન વહન કરે છે. વિધિમાર્ગની ઉપેક્ષા જ કરે છે. તેઓ બીજાની બુદ્ધિમાં આ અવિધિ જ વિધિ હશે એવી બુદ્ધિ ઉત્પન્ન કરતા છતા અવિધિની જ પરંપરા ચલાવનારા બનવાથી મૂળ સૂત્ર અર્થના ઉચ્છેદક બનવાથી શાસનના ખરેખર વિડંબક જીવો છે. તે આ જીવો વિધિનિરપેક્ષ અવિધિ કરનાર જાણવા |
0 શ્રી યોગવિંશિક ૭૯ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org