Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ચાલી આવતી ધર્મ ન કરવાની વૃત્તિ)થી અક્રિયા-પરિણામ જ સ્વયં જીવમાં ઉત્પન્ન થશે. આ પ્રમાણે દરેક જીવોને અક્રિયાપરિણામ થવાથી ખરેખર સાચે જ તીર્થનો ઉચ્છેદ થઈ જશે. તેને બદલે યથાકથંચિત્ અનુષ્ઠાનનું આલંબન લેવામાં આવે (એટલે ગમે તેમ અવિધિએ પણ ધમનુષ્ઠાન કરે તે ચલાવી લેવામાં આવે, તો જૈનધર્મની ક્રિયા કરવારૂપ ક્રિયાથી યુક્ત એવો જનસમુદાયરૂપ તીર્થ વ્યવચ્છેદ પામશે નહિ. કારણ કે જનસમુદાયના ચિત્તમાં આવી ક્રિયા કરવાનો ઉત્સાહ વધશે. ક્રિયામાં જોડાશે, જનસંખ્યા પણ વધશે. અને ઊલટું તીર્થનું રક્ષણ કરવારૂપ બનશે. માટે અવિધિ ચલાવી લેવી જોઈએ.
કદાચ અહીં કોઈ એમ પ્રશ્ન કરે કે જો ગુરુજી ક્રિયા કરનારની અવિધિક્રિયા ચલાવી લે તો કર્તાની તે અવિધિક્રિયા વડે ઉપદેશક એવા ગુરજીને દોષ લાગે. તો તે પ્રશ્ન બરાબર નથી. અર્થાત્ ઉપદેશક એવા ગુરુજીને કંઈ પણ દોષ લાગતો નથી. કારણ કે ગુરુજી તો માત્ર ક્રિયા કરવાનો ઉપદેશ જ આપે છે. તેમજ શાસ્ત્રને અનુસાર વિધિ પણ બતાવે છે. ફક્ત વિધિનો પક્ષપાત કરતા નથી. એટલે ગુરજીનો ક્રિયા કરવાનો ઉપદેશ સાંભળીને શ્રોતા મનમાં કોઈ એમ વિચારે કે આ ક્રિયા સંસારમાં ડૂબેલા આપણાથી નહિ થાય. એ અક્રિયાપરિણામ જેમ તેને સ્વતઃ આવે છે તેમ ગુરુજીનો ઉપદેશ સાંભળીને કોઈ એમ વિચારે કે આપણાથી તેવી વિધિપૂર્વકની ક્રિયા તો શક્ય નથી. પરંતુ જેટલી થાય તેટલી અને જેમ થાય તેમ ક્રિયા કરીએ. એમ અવિધિક્રિયા કરવાનો પરિણામ પણ તેને સ્વતઃ જ થાય છે. માટે અક્રિયા પરિણામની જેમ અવિધિક્રિયા પરિણામ પણ શ્રોતાને પોતાના પરિણામને આધીન જ પ્રવૃત્તિવાળો હોવાથી ગુરુને કંઈ પણ દોષ લાગતો નથી. ઊલટું યેનકેન પ્રકારેણ જનસમૂહને ક્રિયામાં પ્રવતવવા વડે સાચેસાચ (ક્રિયાત્મક) તીર્થના વ્યવહારનું સંરક્ષણ કરવાથી ગુરુને ગુણ જ થાય છે (લાભ જ થાય છે). આવી કોઈ શિષ્યની શંકા થયે છતે ગુરુજી ઉત્તર આપે છે કે :"न च स्वयं मृतमारितयोरविशेषः" = किन्तु विशेष एव, स्वयं मृते स्वदुष्टाशयस्यानिमित्तत्वात् मारिते च मार्यमाणकर्मविपाकसमुपनिपातेऽपि स्वदुष्टाशयस्य निमित्तत्वात् तद्वदिह स्वयमक्रियाप्रवृतं जीवमपेक्ष्य गुरोर्न दूषणम्,
0 શ્રી યોગવિશિમ જ ૮૩ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org