Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કાળે પણ સંવેગ પરિણામને પામતો નથી તે આત્મા (ભારે કર્મી હોવાથી) અચિકિત્સ્ય છે.
આવા (ભારે કર્મી જીવને) અર્થપ્રદાનની માંડલીમાં પ્રવેશ પ્રદાન પણ ઉચિત નથી. છતાં માંડલીમાં પ્રવેશપ્રદાન કરતા ગુરુ પણ તે શ્રોતા કરતાં અધિક દોષવાળા સમજવા || ષોડશક ૧૦, ગાથા ૧૪-૧૫ ||
જે આત્મા ઇન્દ્રિયજન્ય સંસારસુખના અતિરાગી છે. અને તેના કારણે મોક્ષ અને મોક્ષના ઉપાયો પ્રત્યે ઉદાસીન છે, સંવેગ પરિણામ વિનાનો છે. તે આત્મા સૂત્રપ્રદાનને માટે અયોગ્ય છે કારણ કે સંસાર પ્રત્યે નિર્વેદ અને મોક્ષ પ્રત્યે સંવેગ પરિણામ હોવો અત્યંત જરૂરી છે. તેથી આવો આત્મા સૂત્રપ્રદાન માટે અયોગ્ય છે. તથા અર્થપ્રદાનની માંડલીમાં આવા જીવને પ્રવેશ પણ ન આપવો. જો ગુરુ અયોગ્યને માંડલીમાં પ્રવેશ આપે તો શ્રોતા કરતાં ગુરુને અધિક દોષ લાગે। પાપ કરનાર પોતે પાપ કરે છે તે પોતાના પૂરતો દોષિત છે. અને ગુરુ અયોગ્યને સૂત્ર-અર્થ ભણાવે તો અનર્થકારી પરંપરા ચાલે. અયોગ્યને ઉત્તેજન મળે. માટે ગુરુ અધિક દોષિત બને । તેથી વિધિ સાંભળવામાં રસિક એવા શ્રોતાને ઉદ્દેશીને વિધિની પ્રરૂપણા કરવા વડે જ ગુરુ સાચા તીર્થના વ્યવસ્થાપક બને છે. અને વિધિપૂર્વકની પ્રવૃત્તિથી જ તીર્થ અખંડિત થાય છે. આ પ્રમાણે સિદ્ધ થયું.
સાર એ છે કે અવિધિરસિક એવી અધિક જનસંખ્યાથી તીર્થ અવ્યવચ્છિન્ન (અખંડિત) બનતું નથી. પરંતુ વિધિરસિક એવા અલ્પ જીવો હોય તોપણ અખંડિત અને સુશોભિત બને છે. । ૧૫ ।
ननु किमेतावद्गूढार्थगवेषणया ? यद् बहुभिः जनैः क्रियते तदेव कर्तव्यं "महाजनो येन गतः सः पन्थाः” इतिवचनात्, जीतव्यवहारस्यैवेदानीं बाहुल्येन प्रवृत्तेस्तस्यैव आतीर्थकालभावित्वेन तीर्थव्यवस्थापकत्वादित्याशङ्कायामाहः
આટલી બધી ગૂઢ અર્થવાળી એવી ગવેષણા (ચર્ચા) કરવા વડે શું ? ચર્ચા કરવા વડે સર્યું. “બહુ જીવો વડે જે કરાતું હોય તે જ કરવું જોઈએ” એવો માર્ગ દેખાય છે. શાસ્ત્રોમાં પણ “મહાજનો (જનસમુદાય) જે તરફ જાય તે જ માર્ગ કહેવાય” એવું વચન હોવાથી બહુ ઊંડી ચર્ચા ક૨વા વડે સર્યું.
Jain Education International
।। શ્રી યોગવિંશિકા ૮૯ If
For Private & Personal Use Only
www.jainelibrary.org