Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
જીવોને નિર્જરા(કર્મક્ષયના કારણ)રૂપ બને છે. આવું શાસ્ત્રવચન પ્રમાણે હોવાથી તથા (કાળાદિ દોષોથી) યત્કિંચિત્ અવિધિવાળું પણ અનુષ્ઠાન પરિપૂર્ણ વિધિયુક્ત અનુષ્ઠાનના ઈચ્છાયોગનું સંપાદક હોવાથી, તથા પરિપૂર્ણ વિધિવાળું અનુષ્ઠાન ભલે જીવનમાં હજુ ન આવ્યું હોય તોપણ તેની અપેક્ષાએ ઇતર એવું કંઈક અવિધિદોષવાળું વિધિપક્ષિકનું અનુષ્ઠાન પણ બાલાદિ જીવોમાં અનુગ્રહ સંપાદન કરનાર હોવાથી વર્તમાન ક્રિયામાં “અકર્તવ્યતા”ની અસિદ્ધિ છે.
તાત્પર્યાર્થિ એ છે કે કાળદોષથી સંઘયાદિ બળની હીનતાના કારણે વિકલ અનુષ્ઠાન આચરનારા વર્તમાનકાળના જીવોનું આવશ્યકદિ ધર્મક્રિયાનું આચરણ યત્કિંચિત્ અવિધિવાળું હોવા છતાં પણ નીચેના કારણોથી “અકર્તવ્ય” બનતું નથી. અત્ અકર્તવ્યની અસિદ્ધિ છે. અકર્તવ્ય માનવું નહિ પરંતુ કર્તવ્ય જાણવું તેનાં કારણો આ પ્રમાણે છે
(૧) જે આત્મા વિધિપૂર્વક કરવાની ઈચ્છાવાળો છે પરંતુ કરી શકતો નથી તે આત્મામાં જયણાનો જે પરિણામ છે તે પરિણામ જ તેને કર્મક્ષય કરાવનાર બને છે. જયણા જ નિર્જરારૂપ બને છે. આવું શાસ્ત્રવચન હોવાથી.
(૨) આ યત્કિંચિત્ અવિધિવાળું અનુષ્ઠાન પરિપૂર્ણ વિધિવાળા અનુષ્ઠાનની ઇચ્છાનું સંપાદક હોવાથી, કારણ કે આ જીવ સંઘયણાદિના બળની હાનિના કારણે ભલે કદાચ યત્કિંચિત્ અવિધિ સેવે. પરંતુ તેનું લક્ષ્ય વિધિયોગમાં જ છે. અને તેથી જ વિધિ સમજાવનાર-કરાવનાર ગુરુની પણ શોધમાં જ હોય છે. સેવાતી અવિધિનું પણ મનમાં દુઃખ હોય છે. નિંદા-ગ-પ્રાયશ્ચિત્તાદિ કરી શુદ્ધીકરણ કરે છે. આ પ્રમાણે પરિપૂર્ણ વિધિયુક્ત અનુષ્ઠાનની ઈચ્છાના યોગનું સંપાદક હોવાથી.
(૩) તકિતરસ્યાપિ = તે પરિપૂર્ણ વિધિવાળું જે અનુષ્ઠાન, તેનાથી ઇતર એવું જે વિકલાનુષ્ઠાન, તે પણ ઇચ્છાયોગનું સંપાદક હોવાથી બાલાદિના અનુગ્રહને કરનાર હોવાથી, એટલે કે પરિપૂર્ણ વિધિવાળું અનુષ્ઠાન મને ક્યારે પ્રાપ્ત થાય એવી તીવ્ર ઇચ્છાવાળા જીવનું તે પરિપૂર્ણ વિધિયુક્તાનુષ્ઠાનથી ઇતર = યત્કિંચિત્ અવિધિવાળું અનુષ્ઠાન પણ તે
શ્રી યોગવિશિર જે ૯ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org